ડીસા કોર્ટે ચેક રીટર્ન કેસમાં પેપળુંના શખ્સને એક વર્ષની સજા ફટકારી
રૂપિયા 4.85 લાખ બે માસમાં ચૂકવવાનો પણ આદેશ
ડીસા કોર્ટના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા પેપળુના શખ્સને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજાનો હુકમ કરાયો છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ભાચરવા ગામે રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા મોઘજીજી ઉકાજી પરમાર (ઠાકોર) એ લાખણી તાલુકાના પેપળું ગામે રહેતા અને સબમર્સીબલ મોટર રીપેરીંગનું કામ કરતા સુથાર ખોડાભાઈ કરસનભાઈને રૂપિયા 4,85,000 હાથ ઉછીના આપેલ હતા. જે નાણાંની મોઘજીજીએ મુદત થતા ઉઘરાણી કરતા ઉઘરાણી પેટે ખોડાભાઈએ રૂ. 4,85,000 નો ચેક આપેલો હતો. જે ચેક બેંકમાં ભરતા ખાતામાં બેલેન્સ ન હોવાથી પરત આવેલ હતો.જેથી મોઘજીજીએ ખોડાભાઈ સુથાર સામે ડીસા કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ.
સદરહુ કેસ ડીસાના બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એન.સૈયદની કોર્ટમાં ચાલી જતા વકીલ જીગર એન. જોષીની દલીલોને ધ્યાનમાં રાખી આરોપી સુથાર ખોડાભાઈ કરસનભાઈને એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા 4,85,000 ફરિયાદીને વળતર તરીકે ચૂકવાનો અને જો ચકવવામાં ન આવે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.