ડીસા કોલેજ યુનિવર્સિટી સોફ્ટબોલ બહેનોમાં ચેમ્પિયન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ બહેનોની સ્પર્ધા પાટણ ખાતે યોજાઇ જેમાં ઉત્તર ગુજરાતની જુદી જુદી કોલેજોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ડીસાની ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રમતગમત ક્ષેત્રે યુનિવર્સિટીમાં આગવું સ્થાન ધરાવે છે અને દર વર્ષે જુદી જુદી અનેક રમતોમાં યુનિવર્સિટી ચેમ્પિયન થાય છે. એમ આ વર્ષે પણ ડીસા કોલેજની ખેલાડી બહેનોએ સોફ્ટબોલ રમતમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપી યુનિવર્સિટી ચેમ્પિયન થઈ કોલેજનું ગૌરવ વધારેલ છે .જેમાં કેપ્ટન પ્રસંગ વાઘેલા નેન્સી, સિસોદિયા વીણા, પાલીવાલ અલકા, ગેલોત, પ્રિયા, અંજલિ, જોશી, ખુશ્બુ, ચૌહાણ, દીપિકા પ્રજાપતિ, શિવાની સુથાર, નેહલ જાદવ, અંજલી રાવલ, ભાવના સાંખલા આ તમામ ચેમ્પિયન બહેનોને અને તેમના કોચ પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરી અને ભૂતપૂર્વ સોફ્ટબોલ કેપ્ટન મિત ગોહિલને પ્રિન્સિપાલ રાજુભાઈ રબારી અને સંસ્થા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.