ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા દંડ ફટકારવામાં આવ્યો, 10 જેટલા વાહનો ડીટેઇન

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નાથવા શહેર પોલીસ દ્વારા મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ચાર ટીમો બનાવી પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી.દેસાઈ દ્વારા આજરોજ મેગા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી ચાર અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં ડીસા હવાઈ પિલ્લર વિસ્તાર, હાઈવે વિસ્તાર કોલેજ રોડ અને બગીચા સર્કલ પાસે અલગ અલગ ટીમો ઉભી રાખી આવતા જતા વાહનોને ચેકિંગ કરવામાં આવ્યા હતા. જેમાં વાહનોને નંબર પ્લેટ ના હોય, લાઇસન્સ ન હોય, કાળા કાચ હોય, વાહન ઓવર સ્પીડમાં જતું હોય જેવા ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહનચાલકોને પકડી તેમની સામે એમવી એકટ 207 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 10 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે કુલ 10000 રૂપિયા જેટલો સ્થળદંડ કરવામાં આવ્યો હતો. જ્યારે વાહન ચાલકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઇવ અવારનવાર યોજવામાં આવશે. જેથી વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું સખતમાં સખત રીતે પાલન કરવાનું રહેશે. તેમજ જે વાહન ચાલકો પાસે લાયસન્સ ન હોય, નંબર પ્લેટ ન હોય, કાળા કાચ હોય તેવા તમામ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.