ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં પૂર્વ ધારાસભ્ય ગરબે રમ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં શહેરી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો ગરબે રમ્યા હતા.આમ વર્તમાન સમયમાં 3 વર્ષ બાદ ફરીએકવાર નવરાત્રિની લોકો મનમૂકીને મજા માણી રહ્યા છે.તારે ડીસા શહેરમાં પણ આ વર્ષે ચંદ્રલોક સોસાયટીમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેલૈયાઓ સાંસ્કૃતિક વેશ પરિધાન કરી રાસ ગરબાની રમઝટ મચાવી રહ્યાં હતાં.જ્યારે ચાચર ચોકમાં વૃદ્ધોથી માંડી નાના બાળકો પણ જોડાયા હતાં.આમ ચંદ્રલોક ભાગ-2માં ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ,પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ ભરતીયા સહિતના રાજકીય આગેવાનો પણ ગરબા રમ્યાં હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.