ડીસા વિધાનસભાનો સ્નેહમિલન સમારોહ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં વિધાનસભા દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ડીસા મતવિસ્તારમાંથી 1.21 લાખની લીડ અપાવવા હાકલ કરી હતી.ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ એકતા કોલ્ડ સ્ટોરેજ ખાતે ડીસા વિધાનસભા દ્વારા નૂતન વર્ષાભિનંદન અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદ પરબત પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચોધરી, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય પ્રવીણ માળી, ધારાસભ્ય માવજી દેસાઈ સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી પોતાના ગામ શહેર અને દેશના વિકાસમાં સહભાગી થવાના સંકલ્પ લીધા હતા

આ અંગે ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારે ડીસાના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં 105 કરોડના ખર્ચે નવી અર્ધતન સરકારી હોસ્પિટલ, 25 કરોડના ખર્ચે ઓલમ્પિક કક્ષાનું રમત ગમતનું સંકુલ તેમજ 15 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ટાઉનહોલ બનતા લોકોની સુખાકારીમાં વધારો થશે. તેમજ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ડીસામાથી 1.21 લાખ મતથી વધુ લીડ અપાવવા કાર્યકરોને હાકલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.