
ડીસાની એન્જલ હાઈસ્કૂલના બાળકોએ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો
ડીસામાં એન્જલ સ્કૂલના બાળકોએ વાર્ષિક ફંક્શનમાં લુપ્ત થતા પ્રાણીઓ તેમજ વૃક્ષોની વેદના રજૂ કરી હતી.આમ દેશભરમાં લુપ્ત થતા પ્રાણીઓ અને વૃક્ષોની સાથે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી લોકોમાં જાગૃતિનો સંદેશ આપ્યો હતો.માનવી પોતાના સ્વાર્થ ખાતર રોજબરોજ અનેક વૃક્ષો તેમજ જીવોની હત્યા કરે છે.અત્યારે દેશભરમાં કેટલાય પશુ-પક્ષીઓ અને વૃક્ષ જે લુપ્ત થવાને આરે આવી ગયા છે.ત્યારે આવા પ્રાણીઓ અને વૃક્ષોની વેદના રજુ કરતી કૃતિ ડીસાની એન્જલ સ્કૂલના બાળકોએ રજૂ કરી હતી.આ કાર્યક્રમની ઉજવણીમાં નાના બાળકોએ વિવિધ પશુ-પક્ષી અને વૃક્ષોની વેશભૂષા પહેરી અલગ-અલગ કૃતિઓ રજૂ કરી હતી.આમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને આવનારી પેઢી માટે લુપ્ત થઈ રહેલા પશુ પક્ષીઓ અને વૃક્ષોને બચાવવાની અપીલ કરી હતી.જેમાં નાના બાળકોએ રજૂ કરેલી સાંસ્કૃતિક,ધાર્મિક અને લોકજાગૃતિની કૃતિઓ જોઈ લોકો મંત્રમુક્ત બની ગયા હતા.આમ આ બે દિવસીય વાર્ષિક કાર્યક્રમમાં કે.જીથી લઈ ધો.12 સુધીના 500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો.