
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એફએમ ટ્રાન્સમિટર થરાદનું ડિઝીટલી લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદહસ્તે બનાસકાંઠા જિલ્લાના થરાદ સહિત દેશમાં કુલ -૯૧ જેટલાં ઓલ ઇન્ડિયા રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થરાદ રેડીયો એફ.એમ.ટ્રાન્સમિટરનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ દૂરદર્શનની ટીમને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉત્તર ગુજરાતના થરાદ અને રાધનપુર એમ બે જગ્યાએ એફ.એમ. રેડીયોનું ડિઝીટલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટેક્નોલોજીનો સદઉપયોગ કરી રેડિયોના માધ્યમથી વડાપ્રધાને મન કી બાતના ૧૦૦ એપિસોડ પુરા થઈ રહ્યા છે. વાંચવું, જાેવું અને સાંભાળવું આ ત્રણ બાબતોમાં સાંભળતી વખતે માઈન્ડને એપસન્ટ રાખી શકાતું નથી. થરાદ ખાતે એફ.એમ.રેડીયો શરૂ થવાથી ૧૦ કી.મી. વિસ્તારમાં એફ.એમ.રેડીયો સાંભળી શકાશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ના સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૯૧ એફ.એમ.રેડીયો સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો અને મહિલાઓની જાગૃતિમાં વધારો થશે તથા આ સરહદી વિસ્તારના લોકો સતત અપડેટ રહી શકશે.આ પ્રસંગે જિલ્લા કલેકટર વરુણ બરનવાલ થરાદ, પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, થરાદ મામલતદાર દિલીપકુમાર દરજી, નગરપાલિકાના ચીફ ઓફિસ પાંચાભાઇ માળી, જિલ્લા મહામંત્રી કનુભાઈ વ્યાસ, જિલ્લા ઉપપ્રમુખ રૂપસીભાઇ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી કલાવતીબેન રાઠોડ, થરાદ શહેર ભાજપ અજયભાઈ ઓઝા, થરાદ શહેર મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન ત્રિવેદી, દીપીકાબેન ચૌધરી, વિધાનસભાના પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ હાજાજી રાજપુત, મહામંત્રી જેહાભાઈ હડિયલ, પ્રકાશભાઈ સોની, યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ વાણીયા, ચોથાભાઈ રબારી, રામજીભાઈ ચૌધરી, શારદાબેન ભાટી. સહિત આગેવાનો, પ્રસાર ભરતીના અધિકારીઓ અને ગ્રામજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.