વડાપ્રધાનના હસ્તે એરફોર્સના રનવેનું ડિજીટલી લોકાર્પણ
(ડીસા)
મોદી ગેરંટી : એરફોર્સનું કામ રોકવા કોંગ્રેસે કોઈ કસર છોડી નહતી બનાસકાંઠા જિલ્લામાં પણ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સર્વ પ્રથમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આયોજીત ગુજરાત કો- ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-અમૂલના સુવર્ણ જયંતિ સમારોહમાં સામેલ થયા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતો પણ જોડાયા હતા.ત્યારબાદ વાળીનાથ તીર્થધામે રાજ્યમાં 13,000 કરોડના કામોનું ઇ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીકના લાખણીના નાણી એરફોર્સમાં 394 કરોડના ખર્ચે આકાર પામેલ રનવેનું વડા પ્રધાને ડિજીટલી લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે વડા પ્રધાને જણાવ્યુ કે આ એરફોર્સ ભારતની સુરક્ષાનું મોટુ કેન્દ્ર બનશે.તેમણે ઉમેર્યું કે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે અનેક ચિઠ્ઠીઓ લખી હતી. પરંતુ કોંગ્રેસની સરકારે આ કામને રોકવા માટે કોઈ કસર છોડી નહોતી.પણ પાક.સરહદ નજીકની આ જગ્યા એરફોર્સ માટે મહત્વની હોવાનુ ખુદ એરફોર્સ પણ કહેતુ હતું. ત્યારે મોદી જે સંકલ્પ કરે છે તે પુરો કરે છે. તેવુ પણ જાહેર સભામાં તેમણે જણાવ્યુ હતુ.
આ સિવાય વડાપ્રધાન મોદીએ થરાદથી સિપુ ડેમ પાઇપલાઇન, જિલ્લામાં રેલવે લાઈન ડબલિંગ, ગેજ પરિવર્તન, નવી બ્રોડગેજ લાઈન માટે વિવિધ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.એ સિવાય જિલ્લામાં બહુવિધ રોડ પ્રોજેક્ટ્સ,અંબાજીમાં રીંછડીયા મહાદેવ મંદિર અને તળાવનો વિકાસ અને બાલારામ- મલાણા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.