ધોળા દિને મોબાઈલ ની ઉઠાંતરી પોલીસ સ્ટેશનમાં આવી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી
હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં મોબાઈલની સ્નેચિંગ જેવી ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. અંબાજીના અલગ અલગ વિસ્તારોમાંથી એવા તત્વો દ્વારા રોડ પર ચાલતા લોકોનો મોબાઇલને ઝાપટીને ભાગી જતા હોય છે. તેવી અનેકો ઘટનાઓ સામે આવી રહી છે. તો સાથે સાથે અંબાજીની અનેકો વિસ્તારોમાં ઘરોમાં ચોરીની ઘટનાઓ પણ બની રહી છે. જેમાં ક્યાંકને ક્યાંક અંબાજી પોલીસની બેદરકારી અને નિષ્ફળતા સામે આવી રહી છે. અંબાજીના હાઇવે માર્ગો પર પસાર થતાં લોકોનો મોબાઈલ ખેંચીને ચોર ભાગી જતા હોય છે. તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલમાં પણ અંબાજી વિસ્તારમાંથી બે બાઈક ચોરો દ્વારા મોબાઈલ ચોરી કરી ભાગ્યા હતા. જેની ફરિયાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
અંબાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ગત તા.15/03/2024ના રોજ અંબાજીના સ્થાનિક બજારમાંથી કામ પતાવી ઘરે જતો હતો. ત્યારે ભવાની પેટ્રોલપંપ આગળથી જતી વખતે શર્ટના ખિસ્માંમાંથી મોબાઈલને પાછળથી બ્લ્યુ કલરનું બાઈક તેની ઉપર બે અજાણ્યા માણસો સવાર હતા અને બાઈકની પાછળ બેઠેલ ઈસમોએ નજર ચુકવીને મોબાઈલ ખિસ્સામાંથી કાઢી ભાગી ગયા હતા. મોબાઈલ ઈનફીનીકસ નોટ 30-5G કંપનીનો ગ્રે બ્લેક કલરનો હતો. જેમાં જીઓનું કંપનીનું સીમકાર્ડ હતું. આ મોબાઈલની કિંમત 15,000ની હતી જે તસ્કરો ચોરી કરી નાશી ગયા હતા. જેથી અમોને પાછળથી ખબર પડતા હું તથા ગણેશભાઈ રબારી બન્ને જણા તેઓની પાછળ ગયા હતા, પરંતુ તેઓ નાશી ગયા હતા. તો તેઓના વિરૂદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે અને આ મોબાઈલ ચોરી થવાની બાબતને લઈ 16/03/2024ના રોજ ઈ-એફ.આઈ.આર કરી હતી. ત્યારબાદ અંબાજી પોલીસ સ્ટેશનમાં આવી અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.