
ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર લગાવશે : નવરાત્રીના પેહલા ત્રણ દિવસ કથાનુ આયોજન થશે
શક્તિની નગરીમાં સનાતનનો સંખનાદ ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજીમાં 3 દિવસનો દિવ્ય દરબાર લગાવશે. નવરાત્રીના પેહલા ત્રણ દિવસ કથાનુ આયોજન થશે.છેલ્લા ઘણા સમયથી સનાતન ધર્મને લઈ ચર્ચામાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ આગામી નવરાત્રી પર્વ પર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દિવ્ય દરબાર લગાવવા જઈ રહ્યા છે. ત્યારે બાબા બાગેશ્વર ધામના દરબાર માટેની પૂર્વ તૈયારીઓની શરૂઆતા થઇ ચુકી છે.લોકોમાં અદકુ આસ્થાનું કેન્દ્ર બની રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ એકવાર ફરી ગુજરાતના મહેમાન બની રહ્યાં છે. આગામી નવરાત્રીના તહેવારથી તેમની આ ગુજરાત યાત્રાની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ અંબાજી ખાતે બાબાના દિવ્ય દરબારની શરૂઆત થનાર છે.
આજે ઇસ્કોન ગ્રુપના પ્રવીણભાઈ કોટક દ્વારા અંબાજી ખાતે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના કાર્યક્રમની માહિતી આપવા માટે ઇસ્કોન અંબે વેલી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં દિવ્ય દરબારના કાર્યક્રમ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આગામી 15 ઓક્ટોબરના રોજ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું શરૂઆત થશે અને ત્યારબાદ બીજા નોરતે કથાના બીજા દિવસે પરચા ખોલવામાં આવશે. કથાના ત્રીજા દિવસે 17 ઓક્ટોબરના કથાનું સમાપન થશે. ત્યારબાદ 18 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ ખાતે કથાનું ત્રી-દિવસીય આયોજન કરવામાં આવશે. ત્યાર બાદ 21, 22 અને 23 ઓક્ટોબરના રોજ બાબાની કથા પઠાણકોટ ખાતે યોજાશે.