ઢીમાના વિદ્યાર્થીની દિલ્હી ખાતે યોજાયેલ મારી માટી મારો દેશ કાર્યક્રમમાં પસંદગી

બનાસકાંઠા
બનાસકાંઠા

તાજેતરમાં દિલ્હી ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં વાવના ઢીમા ગામનો વિદ્યાર્થી પસંદગી પામ્યો હતો. જેમાં શ્રી સરસ્વતી આર્ટસ કોલેજ થરાદ (ખાનપુર) બી.એ.સેમ ૫ના વિદ્યાર્થી દશરથભાઈ દુદાભાઈ ચૌહાણ ઢીમા જે રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર દ્વારા આયોજિત મારી માટી મારો દેશ અમૃત કળશ મહો ત્સવ યાત્રામાં રાષ્ટ્રીય કક્ષાએ નવી દિલ્હી ખાતે પ્રતિભાગી થયા હતા. જે કાર્યક્રમનો મુખ્ય હેતુ માટીને નમન વીરોને વંદન હતો.

જેમાં ભારતભરનાં તમામ રાજ્યના જુદા-જુદા ગામોમાંથી માતૃભૂમિની માટી એકત્ર કરી કર્તવ્યપથ દિલ્હી ખાતે કળશ મહોત્સવમાં લાવવામાં આવી હતી. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે કળશ સમાપન યાત્રા યોજાઈ હતી. જેમાં વડાપ્રધાને અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો તેમજ દેશના યુવાનો માટે મેરા યુવા ભારત માય ભારત પ્લેટફોર્મનો શુભારંભ કર્યો હતો. જેમાં નહેરૂ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા થરાદ શહેરમાંથી કોલેજના એકમાત્ર વિદ્યાર્થી તરીકે દશરથભાઈ ડી.ચૌહાણની પસંદગી થઈ હતી.લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.