વાવના તીર્થગામ 66 કેવીમાંથી ધરાધરા વીજ લાઈન નંખાઈ પણ પેનલ ભુલાઈ : ખેડૂતો ચોમાસુ સીઝનમાં વીજળીના અભાવે ત્રાહીમામ
(અહેવાલ : વિષ્ણુ પરમાર – વાવ)
વાવના તીર્થગામ 66 કેવીમાં : ખેતરોમાં રહેતા ખેડૂત પરિવારો ચોમાસુ સીઝનમાં વીજળીના અભાવે ત્રાહીમામ
છ માસ બાદ પણ નવીન પેનલ લગાવી વીજ લાઈન ચાલુ ના કરાતા ઉચ્ચ કક્ષાએ રજુઆત: સરહદી વાવ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં દર ચોમાસે વીજ લાઈન માટે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે ઘણા વિસ્તારોમાં જીઈબીમાં પૂરતો સ્ટાફ ના હોવાના કારણે સમયસર ચોમાસામાં લાઇન ચાલુ થતી નથી. તેના કારણે ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો ભારે હાલાકી ભોગવતા હોય છે. ત્યારે વાવ તાલુકાના તીર્થગામ 66 કેવી સબ સ્ટેશનમાંથી ધરાધરા ખેતીવાડી માટે વીજ પુરવઠો આપવામાં આવે છે. જેમાં ખેતીવાડી માટે ખેતરોમાં વધુ કનેક્શન હોવાના કારણે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ના મળતા અને વારંવાર લાઈટ ફોલ્ટમાં જતા આખરે ખેડૂતોની વારંવાર રજૂઆત બાદ તંત્ર દ્વારા તીર્થગામથી નવીન ખેતીવાડી માટે વીજ લાઈન ઊભી કરવામાં આવી હતી. પરંતુ છ માસ બાદ પણ વાવ જીઈબીના આળસુ કર્મચારીઓ દ્વારા પેનલ મારવામાં ના આવતા અકળાયેલા ખેડૂતો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
સરહદી જિલ્લાના છેવાડાઓમાં દર ચોમાસે ખેડૂતોને વીજ લાઈન માટે ધાંધિયા થતા હોય છે. અને સામાન્ય વરસાદ થતાની સાથે જ બે- બે દિવસ સુધી ખેડૂતોના ખેતરોમાં વીજ પુરવઠો ના આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવાનો વારો આવતો હોય છે. ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવાં છતાં વાવ જીઈબી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ના લેતા ખેડૂતો આજે પણ સામાન્ય વરસાદમાં વીજ પુરવઠા વગર પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે વાવ તાલુકાના તીર્થગામ 66 કેવી સબ સ્ટેશનમાંથી ધરાધરા ખેતીવાડી વીજ પુરવઠો આપવામાં આવે છે જેમાં ધરાધરા મોરીખા દેથળી અને ડોડગામ ગામના ખેડૂતોનો સમાવેશ થાય છે. જોકે વીજ લાઈન વર્ષો અગાઉની જૂની,વીજ લાઈનની વધુ લંબાઈ,તંત્ર પૂરતું સમારકામ ના કરવાના કારણે અને વધુ કનેક્શન હોવાના કારણે ખેડૂતોને પૂરતો પાવર ના મળતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે ખેડૂતોની ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈને જીઈબી દ્વારા તીર્થગામથી ધરાધરા નવી વીજ લાઈન ઊભી કરવામાં આવી હતી .જોકે વીજ લાઈન ઉભી કર્યાને આજે છ માસ જેટલો સમય વિતવા છતાં તંત્ર દ્વારા પેનલ મારી ચાલુ ના કરતા આજે પણ ચોમાસામાં ધરાધરા મોરીખા ડોડગામ દેથળી સહિતના ગામના ખેડૂતો સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ફોલ્ટ થતાં બે- બે દિવસ સુધી વીજ પુરવઠો ના આવતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ત્યારે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે વારંવાર રજૂઆત કર્યા બાદ જીઈબી દ્વારા વીજ લાઈન નવીન તો ઉભી કરવામાં આવી પરંતુ છ માસ બાદ પણ પેનલ મારી વીજ પુરવઠો ના આપતાં આજે પણ એ જ હાલાકી ભોગવાનો વારો આવ્યો છે