ધાનેરા પ્રાંત અધિકારીએ વધુ ત્રણ ઓવર લોડ રેતી ભરેલા ડમ્પર ઝડપ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહેલા ઓવર લોડ ત્રણ ડમ્પરને પ્રાંત અધિકારીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાનેરા નજીક આવેલા ડીસાથી પસાર થતી બનાસ નદીમાંથી રોજિંદા સો જેટલા ડમ્પર બનાસકાંઠા સહિત પાડોશી રાજસ્થાન રાજ્ય તરફ જતા હોય છે.જો કે નિયમોના નામે મોટો હપ્તો સમય સર મળી જતા ખાણ ખનીજ વાળા તરફથી કોઈ કાર્યવાહી થતી નથી .જેના કારણે ડમ્પર માલિકો અને ચાલકો બેફામ રીતે માર્ગોને બાંનમાં લઇ ડમ્પર હંકારી રહ્યા છે.

જો કે ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટે ડમ્પર માલિકોને કાયદાનું ભાન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.ગત રોજ તેમણે ધાનેરા રેલ નદીના પુલ નજીકથી ત્રણ ડમ્પર કે જેમાં ક્ષમતા કરતા વધુ પ્રમાણમા નદીની રેત ભરેલી હતી આવા ત્રણ ડમ્પરને ઝડપી પાડી પ્રાંત કચેરી લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.