ધાનેરા પોલીસે પ્લાસ્ટિક નીચે સંતાડી લઈ જવાતો પોષ ડોડાનો 4 લાખનો જથ્થો ઝડપી પાડયો
ધાનેરા પોલીસ નેનાવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન પોષ ડોડાનો જથ્થો જપ્ત કરી એક ઈસમ ની અટકાયત કરી છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પાડોશી રાજસ્થાન રાજ્ય ને જોડતી ચેક પોસ્ટ હોવાના કારણે વાહન ચેકીંગ સઘન થાય છે. જેમાં રાજસ્થાન રાજ્ય તરફ થી આવતી એક પિકપ ગાડી કે જેના પાછળ નાં ભાગે પ્લાસ્ટી ઢાંકેલું હતું. ધાનેરા પોલીસ એ પ્લાસ્ટિક ઊંચું કરી જોતા અંદર શંકાસ્પદ પોષ ડોડા હોવાની જાણ થતાં ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ એફ.એસ.એલ ની મદદ લેતા આખરે આ મુદ્દામાલ પોષ ડોડા જ હોવાનું માલૂમ થતા ધાનેરા પોલીસ એ સરકારી પંચો ની હાજરી માં પોષ ડોડા નો જથ્થો કબજે લઈ વજન કરાવતા કુલ 138.300 કીલો ગ્રામ પોષ ડોડા નો જથ્થો મળી આવ્યો હતો.
જેની કિંમત 4 લાખ 14 હજાર 900 રૂપિયા થાય છે.આ સિવાય મોબાઈલ તેમજ ગાડી ની કીમત સાથે કુલ 9 લાખ 20 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી ધાનેરા ની ઓમ વિલા સોસાયટી મા રહેતા બાબુસિંહ પદમ સિંહ રાજપુરોહિત ની અટકાયત કરી છે.તપાસ દરમિયાન પોષ ડોડા નો જથ્થો રાજસ્થાન રાજ્ય નાં ધમાણા ગામ થી લાવ્યો હોવાનું આરોપી એ જણાવ્યું છે.