ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા 61

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખની બીજા અઢી વર્ષની ટર્મ માટે સોનાભાઈ વણાભાઈ પટેલ બીન હરીફ થયેલ જે અનુસંધાને તેમના ગઢેવાળા ગામે આભાર દર્શન સમારોહ યોજાયો હતો.
જેમા ડીસાના ધારાસભ્ય એ બનાસડેરીના ડીરેક્ટર દાંતીવાડા, વિભાગના પી.જે.ચૌધરી ને ડેરીના ચેરમેન તરીકે સંબોધતાં લોકોના ધ્યાને આવતાં ભુલ સુધારી લીધી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતમાં ચુંટાયેલ ૧૮ ડેલીગેટો પૈકી ૧૩ ડેલીગેટો હાજર રહેતા લોકો તરેહ તરેહની ચર્ચા કરતા હતા.
રાજસ્થાનના સાંસદે જણાવેલ કે રાજસ્થાન ગુજરાતને મોટો ભાઈ ગણે છે એ હિસાબે નાનાભાઈ ને બનાસડેરી દ્વારા અપાતા કમીશનમાં ૧૧ ટકા આપવા માંગ કરી હતી. સાંસદ પરબતભાઈએ ટેકનોલોજી, નર્મદાના નીર વીજળી, નર્મદા, સુજલામ સુફલામ, શિક્ષણ, ગેસ, જનધન યોજના પુર રાહત કોરોના કાળમાં દુધ મંડળીઓ ચાલુ રહેતા આ વિસ્તાર ભારે મંદિ માંથી બચી ગયો હતો. વધુમાં રાજસ્થાનના સાંસદને જણાવવેલ કે બનાસડેરીમાં આપના રાજ્ય રાજસ્થાન માટે દુધના ભાવ તફાવત માટે બોર્ડમાં ચર્ચા કરી યોગ્ય કરવાની ખાત્રી પરબતભાઈએ આપી હતી. રૂપ પુરી મહારાજે આર્શિવચન આપી જણાવેલ કે તાલુકા પંચાયતના સદસ્યો કેટલાક ગેર હાજર છે પરંતુ પક્ષ અને તાલુકા ના વિકાસ માટે સાથે રહી કામ કરવા ભાર મુક્યો હતો. આ પ્રસંગે દેવજીભાઈ સાંસદ રાજસ્થાન, શશીકાંત પંડ્યા ડીસા ધારાસભ્ય, પરબતભાઈ પટેલ, સાંસદ, હરજીવનભાઈ પટેલ પૂર્વ મંત્રી, વસંતભાઈ પુરોહિત, હરજીભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, ભુરાભાઈ ચેરમેન, રામપુરા મઠના મહંત રૂપપુરી બાપજી, પી.જે.ચૌધરી, ભગવાનભાઈ પટેલ, જાેઈતાભાઈ શેઠ વિગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. સોનાભાઈ પટેલ, પ્રમુખ તા.પં.એ આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.