ધાનેરા નગરપાલિકાના વર્તમાન સત્તાધીશોને મ્યુનિસિપાલટી કમિશ્નરની નોટિસ મળતાં ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ, ધાનેરા : બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપ પ્રમુખ સહિત તમામ ૧૭ જેટલા.સદસ્યો એ પોતાના શાસન કાળ દરમિયાન સરકારી નાણાં ખર્ચ કરી ધાનેરા શહેરી વિસ્તારમાં કરેલા કામો બાબતે ગુજરાત મ્યુનિસિપાર્ટી કમિશ્નરએ નાણાંની ગેરીરીતી થયા હોવાના પુરાવા સાથે કારણ દર્શક નોટિસ પાઠવતા નગરપાલિકા સદસ્યોમા ભૂકંપ સર્જાયો છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ખુરશી પર હાલ યુસુફખાન બેલીમ છે. જયારે ઉપ પ્રમુખના પદ પર વસતી બેન ગલચર બિરાજમાન છે. કોંગ્રેસ ભારે બહુમતી સાથે છેલ્લા ૩૦ મહિનાથી ધાનેરા શહેર પર સાસન કરી રહી છે. ધાનેરા શહેરી વિસ્તારમા પણ ગુજરાત સરકાર દવારા અપાતી ગ્રાન્ટ તેમજ સ્વાભંડોલના નાણાં થકી અનેક વિકાસના કાર્ય આ બોડી એ પણ કર્યા છે. પરંતુ સત્તાની લાલસામા આ નેતા ઓ કેટલાક નિયમને ભૂલી જતા હોય છે. અને બહુમતીના જોરે જાતે નિયમો બનાવી પોતાના પદનો દૂર ઉપયોગ કરી વહીવટી કરતા હોય છે આજ મામલે મ્યુનિસિપાર્ટી કમિશ્નરએ ધાનેરા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના તમામ ૧૭ સભ્યોને કારણ દર્શક નોટિસ આપી છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યો એ નગરપાલિકા સ્વભંડોલમાંથી તેમજ સરકારશ્રી એ વિવિધ હેતુ માટે મજૂર કરેલ ગ્રાન્ટમાંથી જે કામો થયા છે. તે તમામ કામોમા અનિયમિતતા તેમજ ગેરરીતિતેઓ આચરી ને તમામ કામો કરાવી તેના ખર્ચ મંજુર કરવાના ઠરાવોમાં સંમતિ આપી ફરજ પ્રતે બેદરકારી રાખતા ધાનેરા નગરપાલિકા ના આર્થિક ભંડોળને નુકસાન કરેલ હોવાથી આ આખા મામલે નાયબ કાર્યપાલક ઈજનેર દવારા તપાસ કરાવતા ધાનેરા શહેર મા કરેલા વિવિધ વોર્ડના કામોમાં ગેરરીતિ સામે આવી છે જેના કારણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૩૭ હેઠળ પગલાં લેવા અંગે વિગતો સાથે નોટિસ આપી છે.
ધાનેરા શહેરમાં આવેલ ૭ વોર્ડ મા થયેલ રોડ રસ્તા બોર તેંમજ સરકારી પ્રાથમિક શાળા ના કામો બાબતે જરૂરું માહિતી તેમજ નિયમો સાથે અહેવાલ રજૂ કરતા ગુજરાત મ્યુનિસિપાર્ટીના કમિશ્નર એ પગલાં ભરવા સારૂ નોટિસ આપી છે. હવે આ નોટિસ નો જવાબ ધાનેરા નગરપાલિકા સત્તા પક્ષ કઈ રીતે આપે છે તેના પર સૌ ની નજર છે. જયારે કરોડો રૂપિયા ના કામો સામે ગુજરાત મ્યુયુનિસિપાર્ટી કમિશ્નર એ લાલા આંખ કરતા નગરપાલિકા દવારા કરેલા કામો ને લઈ ભારે ગરમાં ગરમી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.