
ધાનેરા નગરપાલિકાના રસ્તા ઉપર ઘાસચારો ન નાંખવા હુકમના ધજીયા
ધાનેરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતાં પાલિકા દ્વારા એક જાહેનામુ બહાર પાડવામાં આવેલ અને જાહેર માર્ગ ઉપર કોઇએ ઘાસચારો નાંખવો નહી તેવુ જણાવવા છતાં પાલિકાના હુકમના ધજાગરા ઉડાવીને લોકો જાહેર મારર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરીને ઘાસચારો નાંખી રહ્યા છે. ધાનેરા નગર પાલિકા વિસ્તારમાં બેફામ રખડતા આખલાઓના ત્રાસના કારણે અનેક અકસ્માતો થવા પામ્યા છે. અને જેના અવાર નવાર સમાચાર અખબારમાં આવતા ધાનેરા મામલતદાર મહેશ ગોસ્વામીએ પાલિકાને ટકોર કરતાં પાલિકા દ્વારા જ્યાં ઘાસચારો વેચાણ કરતા હતા તેવા લોકોને રુબરુ જઇ ના પાડેલ તેમજ નગરમાં પણ રીક્ષા તેમજ સોસ્યલ મિડેયા દ્વારા જાણ કરવામાં આવેલ અને જાહેરમાં ઘાસચારો નાંખનાર સામે કાર્યવાહી કરવા માટે જાણ કરવા છતાં એક દિવસ બંધ કર્યા પછી જે લોકો જાહેર માર્ગ ઉપર ઘાસચારાનું વેચાણ કરતા હતા તે ચાલુ રાખવામાં આવ્યો હતો અને ફરીથી આ રખડતા પસુઓ લોકોને અડફેટે લેવાનુ ચાલુ કરતાં લોકો નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હુકમ ઉપર હસી રહ્યા છે.