ધાનેરા પાલિકાએ ત્રણ વાર નોટિસ આપી છતા શેડ ના હટતા ફરી આવેદન આપ્યુ
શ્યામા પ્રસાદ મુખર્જી શોપીંગ સેન્ટરના પહેલા અને બિજા માળે દુકાન ધરાવતા દુકાન માલિકોએ વિસ દિવસ પહેલા રજૂઆત કરેલ હતી છતા કોઈ પગલાં ના લેવાતા આજે ફરીથી પહેલા અને બિજા માળના દુકાનદારો નગરપાલિકા કચેરીએ પહોચ્યા હતા.અને પાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારીને શ્યામા પ્રસાદ મુખર્જી શોપીંગના ભોંય તળિયે આવેલી દુકાનનોના માલિકોએ દુકાન આગળ પતરાના શેડ બનાવી દેતા ઉપરનાં માળે આવેલી દુકાનો દેખાતી નથી જે શેડ અને દબાણ દૂર કરવા માટે આજે ફરીથી રજૂઆત કરી હતી.એટલું જ નહિ, દુકાનદારોએ પતરાઓના શેડ બાબતે રજૂઆત ના કરો એવી ધમકી અપાતી હોવાનું ઉમેરી હવે જાે બે દિવસમા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામા નહી આવે તો તેઓ ધરણા પર ઉત્તરશે.તેમ જણાવ્યું હતું. આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે પાલિકા દ્વારા ત્રણ વાર નોટીસ આપવામા આવી છે અને હવે ચોથી વખત નોટીસ આજે અપાશે છતા પતરાઓના શેડ બે દિવસમાં હટાવવામા નહી આવે તો પાલિકા દ્વારા યોગ્ય પગલા ભરી કાર્યવાહી કરવામા આવશે.