ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફ્ળ : લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી
ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફ્ળ જતા પાચ સોસાયટી ના લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી પહેલા સુવિધા આપો પછી વેરા વસુલો ધાનેરા માં અનેક જગ્યા સ્થાનિકો ત્રાહિમામ છતાં પાલિકા ના સબ સલામત ના દાવા.
ધાનેરા પાલિકાનો વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. નગરમાં ગટરો ખુલ્લી છે ગટરમાં ગદકીના ઢગ છે ચારે બાજુ કચરો પડ્યો છે. રસ્તામાં ખાડા નહીં પણ ખાડામાં રસ્તા છે વરસાદી પાણી ભરાયેલા છે. નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી આવી અનેક સમસ્યા થી લોકો ત્રાહિમામ પોકારી ગ્યા છે.
ધાનેરા ની હિંગળાજ નગર સોસાયટી સહિત અન્ય આજુબાજુ ની સોસાયટી ની દશા અને દિશા ખરાબ છે. પાલિકાને વારંવાર રજુઆત છતાં કામગીરી કઈ જ ન કરાઈ ઉપર થી વેરા વધારીને વસુલાતમાં પાલિકા પડી છે વેરા વસુલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવમાં પાછળ છે જેનો વિરોધ નગરજનો કરી રહ્યા છે જો સુવિધા નહીં અપાય તૉ વેરો ન ભરવાની ચીમકી પણ સ્થાનિકો આપી રહ્યા છે.
તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ધાનેરા પાલિકા ને સ્થાનિકો ની સાથે APMC ના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું છતાં નધરોલ તંત્ર નિદ્રામાં છે પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે.