
ધાનેરા નગરપાલિકા દ્વારા ૪૦ વેરા બાકીદારના પાણીના કનેકશન કપાયાં
ધાનેરા નગરપાલિકામાં કેટલાય લોકોના વેરાઓ બાકી છે અને તેમને વારંવાર નોટીસો આપવા છતાં વેરા ન ભરતા હોવાથી પાલિકા દ્વારા આવા લોકો સામે તવાઇ હાથ ધરવામાં આવતા બે દિવસમાં ૪૦ બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવેલ અને બે મિલકતો સીલ કરવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકાના લાઇટ બીલો બાકી હોવાથી વિજ કંપની દ્વારા લાઇટના કનેકસનો કાપી દેવામાં આવેલ હતા ત્યારે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા આપવામાં આવતી પાણી, સફાઈ અને લાઈટ જેવી સેવાના વેરાઓ તેમજ મિલકત વેરાઓ મોટા પ્રમાણમાં બાકી છે. જેથી બાકીદારોને નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં વેરાની ભરપાઈ ન કરવાના કારણે નગરપાલિકાએ બુધવારે તેમજ ગુરુવારે નગરના વિસ્તારના સાત વોર્ડમાં સાત ટીમો બનાવી વેરા બાકીદારો ને ત્યાં પહાંછી પાણીના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૪૦ જેટલા બાકીદારો ના નળ જાેડાણો બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેની સાથે સાથે બે મિલકત ધારકોની મિલકત પણ સીઝ કરવામાં આવી હતી. હાલમાં સરકાર દ્વારા ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળતર યોજનામાં ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવે છે. અને તેમાં બાકીદારોના વ્યાજ પણ માફ કરવામાં આવવા છતાં વેરા ન ભરતાં પાલિકા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવતા કેટલાય લોકો દોડતા થયા હતા અને પોતાના વેરાઓ ભરવા માટે લાઇનમાં લાગેલા જાેવા મળ્યા હતા તો કેટલાક લોકોએ પોતાના ઘરે કનેકસન ન કપાય તે માટે ચેક પણ આપ્યા હતા.આખું વર્ષ પશુપાલન અને ખેતી માટે તે પાણીનો ઉપયોગ કરી શકે છે.