
ધાનેરા મામલતદારે રોયલ્ટી ભર્યા વગરના બે હાઈવાં ઝડપી પાડયા
ધાનેરા મામલતદારે ધાનેરા-ડીસા હાઈવે ઉપર સામરવાડા નજીકથી તથા ધાનેરા નજીકથી કુલ બે હાઇવા ટ્રક રેતી ભરેલા ઝડપી પાડ્યા હતા. જેમાં ધાનેરા મામલતદાર સાજન મેરે એક હાઇવાં સામરવાડા નજીકથી જ્યારે બીજુ હાઈવાં ટ્રક ગોળ- ધાણાની દુકાન નજીકથી ઝડપી પાડ્યું હતું. જેમાં ૬૦ ટન રેતી હાઇવા સાથે વજન તથા બીજા હાઇવા પર ૪૪ ટન રેતી હાઈવા સાથેના વજનથી રોયલ્ટી ભર્યા વગરનું ઝડપી પાડ્યું હતું અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ખાણ ખનીજ ખાતાને કાગળો મોકલી આપ્યા હતા.
જ્યારે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓને આજદિન સુધી ધાનેરા હાઇવે રોડ ઉપર એક પણ કેસ મળતો નથી. જે રોજના ૧૦૦ હાઈવા બેરોકટોક રેતી ભરેલા રાજસ્થાન તરફ જઈ રહ્યા છે. ત્યારે ખાણ ખનીજ ખાતાનું કામ પણ મામલતદારને કરવું પડે છે અને જાે મામલતદાર ઝડપી પાડે તો આ લોકો ટોળે વળી સરકારને દબાણમાં લાવવા માટે દબાણ લાવે છે તેવા પણ પ્રશ્ન ઉઠવા પામ્યા છે.