ધાનેરા સરકારી ચોપડે સીઝનનો 100;ટકા વરસાદ જોકે તળાવો ખાલી ખમ ખેડૂતો માટે આવનારો સમય બનશે હજુ વિકટ
ધાનેરા તાલુકામાં સરકારી ચોપડે 668 મીમી વરસાદ નોંધાયો છે. જે 102 ટકા ઉપર થાય છે. જોકે ધાનેરા શહેર થી લઈ ગ્રામીણ વિસ્તારમાં આવેલા વર્ષો જૂના તળાવોમાં પાણી દેખાતું નથી.
ધાનેરા તાલુકો પાણીની વિકટ સમસ્યા માંથી પસાર થઈ રહ્યો છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન ખેતી લાયક વરસાદ થયો છે. જોકે ભૂગર્ભ નાં તળ ઊંચા આવે એ રીતે વરસાદ થયો નથી. જેના કારણે ધાનેરા તાલુકા ના સરહદી ગામો થી લઈ મધ્ય ગામોના તળાવોમાં ખાલી ખમ જોવા મળી રહ્યું છે. એક તરફ જ્યાં ચોમાસા ઋતુ પૂરા થવા ની આરે છે તો બીજી તરફ ધાનેરા તાલુકા મા જળ સંચય થાય એ રીતે મેઘરાજા ની મહેરબાની થઈ નથી. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતો નું માનીએ તો ધાનેરા તાલુકામાં આવી પાણી વગર ની પરિસ્થિતિ ધાનેરા માટે ખરાબ સમય લાવે તેમ છે.
ધાનેરા તાલુકાના નેનાવા થી થાવર ગામ અને થાવર ગામ થી લઈ વાસણ તો બીજી તરફ વાલેર થી લઈ વાછોલ ગામ સુધીના ગામડા ઓમાં આવેલા તળાવો હાલની પરિસ્થિતિ પ્રમાણે ખાલી જોવા મળી રહ્યા છે. ગુજરાત સરકારે 2 વર્ષ પહેલા પાઇપ લાઇન ના મારફતે તળાવો ભરવા માટે ની યોજના મંજૂર કરી છે. જોકે એ યોજના નું કામ હજુ સુધી ચાલુ થયું નથી. ધાનેરા તાલુકાના ખેડૂતો અને પશુપાલકો માટે આવનારો સમય હજુ વિકટ બને તો નવાઈ નહીં.