શક્તિપીઠ અંબાજીમાં સ્વસ્છતા અભિયાનના ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એકબાજુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી ભાદરવી પૂનમના મહામેળાની તૈયારી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ સમગ્ર અંબાજીમાં ઠેર ઠેર ગંદકી ખદબદતી જાેવા મળી રહી છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો
છે. તેમ છતાં અંબાજીમાં દરેક વિસ્તારોમાં કચરાના ઢગલા તૂટેલા રસ્તા અને ગટરની ચેમ્બરો ચોકઅપ જાેવા મળી રહી છે. જાે આવી જ પરિસ્થિતિ રહી તો ભાદરવી પૂનમના મેળા દરમિયાન માઇભક્તોનો મહેરામણ ઉમટે ત્યારે આવી નર્કાગાર પરિસ્થિતિને કારણે યાત્રિકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ જાગૃત નાગરિકોમાં સેવાઈ રહી છે. અંબાજીમા બાલમંદિર ની આસપાસના વેપારીઓને પેશાબઘર માટે મોટી મુશ્કેલી ભોગવવી પડી રહી છે ત્યા બાલમંદિરમા પુસ્તકાલય શરુ કરાયુ છે ત્યા નાના મોટા જેન્સ ને લેડીસો ની અવર જવર રહે છે
ત્યા લોકો ને ઉભા રબી શૌચ કરવુ પડે છે, બીજી તરફ એક શૌચાલય છે જે ભાગ્યેજ સાફ થતુ હોવાથી ઉભા રહેવાની જગ્યા પણ હોતી નથી એટલી હદે ગંદકી જાેવામળતી હોય છે. પંચાયત કચેરીના પાછલા ભાગે ખલ્લેઆમ રોગચાળાને નિમંત્રણ અપાતુ હોય એટલી હદે રોજીંદી
ગંદકી છે. માધ્યમીક શાળામાં જવાના રસ્તે આંગણવાડીની સામેજ જાહેર રોડ ઉપર ડંપીંગ બનાવેલુ છે તે નાના બાળકોને આસપાસના લોકો માટે ખતરો બની શકે છે, આઠ નંબરના વિસ્તારમાં જવાના માર્ગ ઉપર એટલી હદે ગંદકી છે ત્યાથી નાક દબાવીને નિકળુ પડે છે
લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાંથી ચૂંટાયેલા દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યને અંબાજીની મુલાકાત લેવાનો સમય મળતો નથી. કોઈક વખત વીઆઈપી મહાનુભાવ આવે ત્યારે અંબાજીની ઉડતી મુલાકાત લેનારા દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદસભ્યએ કોઈ દિવસ અંબાજી નગરમાં ફરીને અંબાજીની પરિસ્થિતિનો અનુભવ કર્યો નથી કે લોકોને મળીને તેમની ફરિયાદો જાણી નથી. દાંતાના ધારાસભ્ય અને બનાસકાંઠાના સંસદ સભ્યએ અંબાજીના વિકાસ માટે તેમની ગ્રાન્ટમાંથી કેટલી ગ્રાન્ટ ફાળવી એ બાબત તેમણે અંબાજીના લોકોની જાણ માટે જાહેર કરવો જરૂરી છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી પૂનમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા સમગ્ર અંબાજી ગામનો સર્વે કરાવી અંબાજીમાં ઠેર ઠેર જાેવા મળતી ગંદકીની સફાઈ કરવા માટે તેમજ તૂટેલા રસ્તાનું સમારકામ કરવા અને ચોકઅપ થયેલી ગટરની ચેમ્બરોની સફાઈ કરાવવા માટે જવાબદાર તંત્રને કડકપણે આદેશ કરે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.