ધાનેરાની હોસ્પિટલમાં સરકારી ગાઈડલાઈનના ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેર મા આવેલ કેટલીક હોસ્પિટલ ખાતે દર્દી સહિત દર્દીઓના સગા સંબંધીની ભારે ભીડ જામે છે. છેલ્લા બે માસથી સ્વાસ્થ્ય વિભાગ સામાજિક અંતર રાખવા તેમજ માસ્ક પહેરવા માટે કહેવામાં આવે છે.છતાં કેટલીક જગ્યાએ હજુ પણ જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે.કોરોના સંક્રમણના ફેલાય તે માટે સરકારી અધિકારીઓ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જયારે લોકડાઉનમા છૂટ આપવાની સાથે હવે કેટલીક જગ્યાએ ભીડ સામાન્ય બની
ગઈ છે. ધાનેરા ખાતે આવેલ કેટલીક હોસ્પિટલમાં નગરપાલિકાની ટીમ તપાસ માટે પહોંચી તો નજારો કંઈક જુદો જોવા મળ્યો હતો.અહીં કોઈ પણ પ્રકારે સામાજિક અંતર જોવા મળ્યું ન હતું. જયારે સેનેટાઈઝનો ઉપયોગ થાય આવી વ્યવસ્થા પણ જોવા મળી ન હતી. હોસ્પિટલ ખાતે અલગ અલગ ગામના લોકો આવતા હોય છે અને બેસવાની વ્યવસ્થા પણ સાથે હોઈ દરેક વ્યક્તિ એક બીજાને અડીને બેઠેલા નજરે પડયા હતા. હાલ તો નગરપાલિકાના કર્મચારીઓ પોલીસને સાથે રાખી હોસ્પિટલો સુધી પહોંચી દર્દી તેમજ દર્દી સાથે આવેલા વ્યક્તિને માસ્ક તેમજ સામાજિક અંતર રાખવા માટે સમજાવી રહ્યા છે. કારણ એક કેસ આવવાથી આખા ગામ કે વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે.જેથી ભીડ ના થાય તે માટે હાલ નગરપાલિકાના કર્મચારીઓ ધાનેરાના તબીબોને મળી જાગૃત કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.