ડીસા મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી દરમિયાન ચાર તબક્કાનું લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારબાદ લોકડાઉન ૦૧માં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી. જેમાં સોસીયલ ડિસ્ટન્સ જેવી બાબતો ઉપર વિશેષ પાલન કરવાની સરકારની સૂચના હોવા છતાં સરકારની આ ગાઈડલાઇનનું સરકારી ઓફિસમાં જ પાલન થતું નથી. ડીસા મામલદાર કચેરીમાં આવેલ પુરવઠા ઓફિસ બહાર લાંબી લાઈનો લગાવી ઉભેલા અરજદારો જાણે સોસીયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે એક બીજાને અડીને ઉભેલા આ અરજદારોમાં કોરોનાનો ભય જોવા મળ્યો નહતો જોકે સરકારી બાબુઓ પણ સોસીયલ ડિસ્ટન્સ જેવી બાબતોનું પાલન કરાવવામાં આળસ દાખવી રહ્યા હોવાનું પણ સ્પષ્ટ જણાઈ આવ્યું હતું જયારે સરકારી ઓફિસ માં જ સોસીયલ ડિસ્ટન્સ જાળવવામાં નથી આવતું તો આમ જનતાનું શુ કહેવું જ…!


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.