પાલનપુરમાં વિકાસ ખાડામાં પડ્યો : ન્યુ બસ પોર્ટ રોડ પર ભુવો પડતા અકસ્માતની ભીતિ
પાલનપુરના ન્યુ બસપોર્ટ રોડ પર મોટો ભુવો પડ્યો હતો. જે ભૂવા માં કાર ખાબકી હતી. ત્યારે વધુ અકસ્માતની ભીતિ સેવતા સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી.
પાલનપુરમાં વિકાસના નામે લાખો રૂપિયાનું આંધણ કરી તકલાદી રોડ બન્યા છે. જેની પ્રતીતિ કરાવતા બનાવમાં પાલનપુરના ન્યુ એસ.ટી.બસ પોર્ટ રોડ પર એક મોટો ભુવો પડ્યો હતો. કાર અને બાઈક આખી ભૂવા અંદર જતી રહે તેવો મસ મોટો ભૂવો પડ્યો છે. જેમાં એક કાર પણ ખાબકી પણ હતી.
મસ મોટા ભુવાને લઈને અકસ્માત ની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે સ્થાનિક લોકોએ વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. ભૂવાના કારણે વાહન ચાલકોને સાવચેતી રાખવા અને તાત્કાલિક ભૂવો પૂરવા માટે ની કામગીરી કરવા સ્થાનિકોએ માંગ કરી હતી.