બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ : 1 કરોડ 13 લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું
પાલનપુર તાલુકા પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે જેમાં કુલ 61,572 જેટલી બોટલો પર રોલર ફેરવી દેવાયું હતું. જેમાં તાલુકા પીઆઇ, ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત અધિકારી હાજર રહી ચિત્રાસણી ખાતે રોલર ફેરવી દેવાયું હતું.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષ દરમિયાન પકડાયેલા 61576 વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ 1 કરોડ 13 લાખથી વધુના વિદેશી દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પાલનપુર તાલુકાના ચિત્રાસણી જગ્યામાં ડમ્પર દ્વારા વિદેશી દારૂ પહોંચાડી બોટલો ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી.
જ્યાં હાજર અધિકારીઓની હાજરીમાં GCB અને બુલડોઝર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પાલનપુર પ્રાંત અધિકારી , ડીવાયએસપી, મામલતદાર, નશાબંધી અધિકારી, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ, પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ,તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.