3 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ : 7 કરોડથી વધુના વિદેશી દારૂનો કરાયો નાશ
7 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો, સાતસણ ગામની સીમમાં 3 પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નાશ કરાયો,કરોડોના દારૂ પર બુલડોઝર ફેરવાયું બનાસકાંઠા ના સાતસણ ગામની સીમમાં માં દિવસ દરમિયાન ત્રણ પોલીસ સ્ટેશનનો 230210 વિદેશી દારૂની બોટલ કિંમત રૂ. 7કરોડ થી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, થરાદ ડિવિઝનમાં આવેલા પાંથાવાડા,દાંતીવાડા અને ધાનેરા પોલીસ સ્ટેશનનો આજે દિવસ દરમિયાન દાંતીવાડા ના સાતસન માં સીમ સાઈટ પર 230210 વિદેશી દારૂની બોટલ કુલ કિંમત રૂ 7,13,140,123/-નો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા પો.સ્ટે.56784બોટલ રૂ. 10,820,18/-, પાંથાવાડા પો. સ્ટે.અને દાંતીવાડા પો સ્ટે મા 173426બોટલની કિંમત રૂ. 5,97,870,49 બોટલની કિંમત નો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા SDM કલ્પેશ ઉનડકટ, થરાદ વિભાગ Dysp S.M. વારોતરિયા, દાંતીવાડા, ધાનેરા મામલતદાર, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.
આ અંગે થરાદ વિભાગ ના DYSP એસ. એમ. વારોતરિયા જણાવ્યું હતું કે, થરાદ ડીવીઝનમાં પાંથાવાડા પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર ના સાતસન ગામની સીમમાં સરકારી જમીનમા પ્રાંત અધિકારી,મામલતદાર, નશાબંધી અધિકારી અને પોલીસ સ્ટેશનના PSI, PI સહિત સ્ટાફની હાજરીમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી ત્રણ પોલીસ સ્ટેશનમાં 406 ગુનામાં પકડાયેલા 230210 વિદેશી દારૂની બોટલ રૂ. 7,13,140,123/-પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.