બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું સિઝનના ત્રણ મહિના વિતવા છતાં સામાન્ય વરસાદને લઇ ચિંતા નો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાંચ તાલુકાઓમાં 60 ટકા જેટલો પણ વરસાદ નોંધાયો નથી જ્યારે સૌથી વધુ લાખણીમાં 112 ટકા વરસાદ

નદી નાળા ચેક ડેમો અને તળાવો ખાલીખમ જોવાતા પાણી ની અછત સર્જાવાની ભિતિ

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થવા પામ્યો છે જેની સરખામણી એ સરહદી બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ ને લઇ ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં હજુ જિલ્લાના 5 તાલુકામાં હજુ પણ 60 ટકા વરસાદ પડ્યો નથી. જેમાં એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો 112 ટકા વરસાદ નોંધાયો છે. બાકીના અન્ય 13 તાલુકામાં 52 ટકાથી 99 ટકા સુધીનો વરસાદ પડ્યો છે. જોકે ચોમાસા ના 3 મહિના વીતવા છતાં પણ જિલ્લામાં નહિવત વરસાદથી નદી નાળા ચેકડેમો તળાવો અને જળાશયો ખાલીખમ હોવાને લઇ સિંચાઇના બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 72  ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં સોથી વધુ લાખણી તાલુકામાં 112 ટકા જયારે થરાદ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજ અને સૂઇગામ મળી 12 તાલુકામાં સરેરાશ 50 થી 99 ટકા વરસાદ પડ્યો છે. અછત સર્જાવાની ભીતિને લઇ ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગુજરાત રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું ત્રીજા રાઉન્ડમાં ખુબજ સક્રિય બન્યું હતું. જેમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક  વિસ્તારોમાં અતિભારે વરસાદને લઇ પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઇ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો હતો જેને લઇ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદઅંશે વધારો થયો છે.

પરંતુ અન્ય જિલ્લાઓની સરખામણીએ અત્યાર સુધી વરસાદ બહુ ઓછો જોવા મળી રહ્યો છે જેથી જિલ્લામાં 5 તાલુકામાં ભર ચોમાસે હજુ પણ 60 ટકા વરસાદ પડ્યો નથી. જેને લઇ મોટા ભાગના નદી નાળા તળાવ સરોવર હજુ છલકાયા નથી. જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામા ચોમાસા ત્રણ મહિના વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતાં તેમજ જિલ્લાના મુખ્ય ત્રણ જળાશય દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર ડેમ ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે. પરંતુ ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઇ આગામી સમયમાં જિલ્લામા સિંચાઇના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુ પાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઇ ખેડૂતોમાં નિરાશા છવાઈ છે.

ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડા ના કારણે શરૂઆતમાં જ નોંધપાત્ર વરસાદ થયો હતો: ગત વર્ષે અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડાની અસરને લઈ જૂન મહિનાની 16.17 અને 18 તારીખ એમ ત્રણ દિવસ ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે ગત વર્ષે શરૂઆતના દિવસોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ આ વર્ષે શરૂઆત થીજ બનાસકાંઠા જિલ્લા માટે ચોમાસુ નબળું જોવા મળી રહ્યું છે.

બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સર્જાવાથી આગામી સમય વરસાદની શક્યતા વધી: બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વધુ એક વરસાદના રાઉન્ડ આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી સપ્ટેમ્બર ની પાંચ છ સાત તારીખ આસપાસ વરસાદની આગાહી કરવા માં આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં  સાર્વત્રિક વરસાદ થાય છે કે નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.