ડીસામાં સફાઈ નામે કરોડોનો ખર્ચ છતાં ઠેર ઠેર ગંદકી ઢગ : ગંદકીના પગલે ડેન્ગ્યુ સહિત વાઇરલ બીમારીએ માથું ઊંચક્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

પારાવાર ગંદકીને લઈ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની શકયતા: બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસાએ વિકાસની દિશામાં હરનફાળ ભરી છે. ત્યારે શહેરના વિકાસ સાથે સાથે શહેરીજનોની પાયાની સવલતો સફાઈ, પીવાનું શુદ્ધ પાણી,ગટર જેવી જરૂરિયાતમાં પણ વધારો થયો છે. જેના પગલે પાલિકા દ્વારા દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદીના સ્વછતા અભિયાન વેગ આપવા શહેરને સ્વચ્છ રાખવા માટે ડીસામાં સમગ્ર શહેરી વિસ્તારની સફાઈ સાથે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. જે સફાઈના નામે કરોડો રૂપિયા ચૂકવાય છે તેમ છતાં ડીસા આખુ ગંદકીથી ઉભરાયુ ચૂક્યું છે. તેમાંય ભૂગર્ભ ગટર, ગટરના નાળા તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાઇ જતાં ગંદકીના કારણે ડેન્ગ્યુ,મેલેરિયા જેવી જીવલેણ બીમારી સહિત વાઇરલ રોગચાળો વકર્યો છે.

જેને લઈ ડીસા સિવિલ ખાતે પણ તાવ, શરદી વાઇરલ ફીવરના 600 થી 700 કેસ સામે આવી રહ્યા છે. ત્યારે પારાવાર ગંદકીના કારણે ડીસાના કચ્છી કોલોની નજીકના વિસ્તારમાં ડેન્ગ્યુના કારણે એક બાળકનું મોત પણ નીપજ્યું હોવાની બાબત લોકોમાં ચર્ચાઈ રહી છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર ફેલાયેલી આ ગંદકીના કારણે ગમ્ભીર રોગચાળો વકરે તે પહેલા પાલિકા દ્વારા સફાઈ કરી દવાનો છટકાવ કરે તે જરૂરી છે. હાલમાં ડીસામાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.

આ બાબતે પાલિકા સેનિટેશન વિભાગનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું અગાઉ નવા કરાર માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ જે તે સમયે કોઈ અન્ય કોન્ટ્રાકર દ્વારા ટેન્ડર ભરી બાદમાં કામ ના રાખતા ડોર ટુ ડોરનો કોન્ટ્રાક જૂની કમ્પનીને ચાલુ રાખવામાં આવ્યો છે અને આગામી એક માસમાં આ કોન્ટ્રાક માટે નવું ટેન્ડરિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું જોકે હાલમાં ડીસાના સફાઈ કામમાં ડોર ટુ ડોર અને પાલિકા સેનિટેશન શાખા દ્વારા અનેક વાહનો પણ ફાળવાયા છે તેમ છતાં શહેર નર્કગારમાં ફેરવાયું છે.

ડોર ટુ ડોર કચરો એકત્ર થતો ન હોવાની બુમો: ડીસા નગરપાલિકાની સફાઈ શાખામાં કાયમી- હંગામી મળી કુલ 233 કર્મચારી સફાઈ કામમાં જોડાયા છે તેમ છતાં પણ શહેરના અનેક વિસ્તાર ગંદકીમાં ગરકાવ છે. આ ઉપરાંત ડોર ટુ ડોર કલેક્શનમાં પણ કેટલાક વિસ્તારમાં કચરો કલેક્શન થતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે.

સિવિલમાં રોજના 600 થી 700 કેસ: ડીસામાં ગંદકીના કારણે સિવિલ હોસ્પીટલ વાઇરલ બીમારીના દર્દીઓથી ઉભરાઈ ઉઠી છે રોજના 600 થી 700 જેટલા કેશ નોંધાઇ રહ્યા છે. ખાનગી હોસ્પિટલો પણ વાયરલ બીમારીઓના દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેમ છતાં સફાઈમાં વેઠના પગલે લોકોમાં પણ ગંદકી બાબતે  આક્રોશ ફેલાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ડીસામાં ઠેર- ઠેર ગંદકીના ઢગલા થયા છે, ગટરો ઉભરાઈ રહી છે, ભૂગર્ભ ગટરોનું ગંદુ પાણી રોડ રસ્તા ઉપર ફેલાઈ જતા પારાવાર દુર્ગંધના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આ મામલે પાલિકાનો સફાઈ વિભાગ યુદ્ધના ધોરણે સફાઈ કરાવે તે અત્યન્ત જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.