ડીસાના આધેડે કેન્સર સામે જંગ જીતી લોકોને આ બીમાર થી બચવા આપે છે માર્ગદર્શન
વર્ષ 2014માં કેન્સરનો રિપોર્ટ આવ્યો હતો અને 2019 માં નીલ રિપોર્ટ આવ્યો : 4 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે રાજ્ય સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા લોકો વ્યસનોથી દૂર રહે અને કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચી શકે તે માટે લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે પરંતુ ડીસાના એક 55 વર્ષના આધેડે પાંચ વર્ષ સુધી કેન્સરની બીમારી સામે જંગ લડ્યા બાદ તે જંગને જીતી લીધી છે અને ત્યારબાદ આ વ્યક્તિ તેમના મિત્રો અને અન્ય લોકોને કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા ખાસ કરીને ગુટકા બીડી સિગરેટ જેવા વ્યસનોથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યો છે આ ઉપરાંત કેટલાક લોકોને માર્ગદર્શન પણ આપે છે
આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક એવા વ્યક્તિની કહાની કે જેને કેન્સર જેવી ખતરનાક બીમારી સામે જંગ લડી અને તે જંગ ને જીતી લીધી છે જી હા ડીસા શહેરના પાટણ હાઈવે ઉપર આવેલા મંડોરા પાર્કમાં રહેતા અને દાંતીવાડા ની વેટનરી કોલેજમાં ફરજ બજાવતા વનરાજભાઈ રોજીયાની તેમની ઉંમર 55 વર્ષની છે હાલમાં વર્ષ 2014 ની અંદર વનરાજભાઈ ને પોતાને કેન્સર હોવાનું આભાસ થયો હતો જેથી તેમને તબીબ પાસે રિપોર્ટ કરાવ્યા હતા પરંતુ કેન્સર ન હોવાનો સામે આવ્યું હતું ત્યારબાદ ફરી વર્ષ 2014 ના આઠમા મહિનામાં રિપોર્ટ કરાવતા કેન્સર હોવાનું સામે આવ્યું હતું જેથી તેમના તાત્કાલિક અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં પોતાની સારવાર શરૂ કરાવી હતી અને તેમને સારવારની સાથે સાથે અનેક કાળજી પણ લેવાની શરૂઆત કરી હતી તેમને આ બીમારી દરમિયાન ૩૩ જેટલા સેક લીધા હતા આ ઉપરાંત તેઓ અગાઉ તમાકુ અને બીડી સિગરેટ નું વ્યસન કરતા હતા કેન્સર જેવી ખતરનાક બીમારી હોવાની તેમને જાણ થતા જ તેમને તમામ વ્યસનો છોડી દીધા હતા અને એક જ લક્ષ નક્કી કર્યો હતો કે ગમે તેમ કરીને આ બીમારી સામે જંગ જીતવી છે પાંચ વર્ષ સુધી આ બિમારી સામે જંગ લડ્યા બાદ વર્ષ 2019 માં તેમણે ફરીથી રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ નીલ આવ્યો હતો. તેમનો રિપોર્ટ નીલ આવતા તબીબો પણ ચોકી ઉઠ્યા હતા. કારણકે વનરાજભાઈ ને જે કેન્સર હતું તેમાંથી સોમાંથી 53 ટકા બચવાની શક્યતાઓ હોતી નથી પરંતુ વનરાજભાઈએ કેન્સર જેવી ખતરનાક બીમારી સામે પણ જંગ જીતી લીધી હતી જ્યારે તેમની સારવાર ચાલતી હતી તે દરમિયાન તેઓ જાહેર માર્ગો ઉપર કે જ્યાંથી વાહનો પસાર થતા હોય તે સ્થળે બેસતા ન હતા ઉપરાંત જે બીડી સિગરેટ નું વ્યસન કરતા હોય તેમના મિત્રો તેનાથી પણ દૂર રહેતા હતા તેમ જ ઘર સિવાય બહારનું ખાવાનું પણ ખાતા ન હતા અને આ તમામ કાળજી તેમને રાખી હતી જેના લીધે જ તેમને આ ખતરનાક બીમારી સામે જંગ જીતી લીધી છે અને આજે પણ આ વનરાજભાઈ લોકોને વ્યસનોથી દૂર રહેવા માટે અપીલ કરી રહ્યા છે સાથે સાથે તેમના મિત્રોને સગા સંબંધીઓને પણ કેન્સર જેવી બીમારી ન થાય તે માટે માર્ગદર્શન પણ આપી રહ્યા છે
વ્યસનથી દૂર રહો અને કસરત કરો: આ અંગે વનરાજભાઈ રોજીયાએ જણાવ્યું હતું કે મેં પાંચ વર્ષ કેન્સર સામે લડીને જંગ જીતી છે પરંતુ અન્ય લોકોને પણ હું કહેવા માગું છું કે કેન્સર જેવી બીમારી થી બચવા માટે તમાકુ બીડી ગુટખા સિગરેટ જેવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને દરરોજ સવારે નિયમિત યોગા અને કસરત કરવાથી કેન્સર તેમજ અન્ય બીમારીઓથી પણ બચી શકાય છે હું પણ અગાઉ વ્યસન કરતો હતો પણ કેન્સરનો રિપોર્ટ આવ્યા બાદ તમામ વ્યસનો બંધ કરીને કસરત કરવાનું શરૂ કર્યું હતું અને જેનું પરિણામ મને પાંચ વર્ષની અંદર જ મળી ગયું અને કેન્સર સામે જંગ જીતી ગયો