
દિયોદર તાલુકાની રામપુરા દૂધ મંડળીના તાળા તૂટ્યા, પોલીસની કામગીરી સામે અનેક સવાલો
દિયોદર તાલુકાના રામપુરા ખાતે આવેલી ધી રામપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના તાળા તૂટ્યા હોવાની ફરીયાદ મંડળીના મંત્રી પુનાજી.એલ ચૌધરીએ દિયોદર પોલીસમથકે નોંધાવી છે. જેઓએ ફરિયાદમાં તેમના ગામના પાંચ જેટલા ઈસમોના નામ આપી જણાવ્યુ છે કે આ ઇસમોએ દૂધમંડળીના તાળા તોડી નાખ્યા હોવાનું મનાય છે અને તેમાં પડેલ કોમ્પ્યુટર તેમજ રેકોર્ડ સાથે નુકસાની કરી હોય તેવું લાગે છે. જે બાબતે મંત્રી દ્વારા ચાર-પાંચ દિવસથી ફરિયાદ આપી હોવાછતાં હજુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા લોકોમાં અનેક તકૅવિતૅક થવા પામ્યા છે.
રામપુરા દુધમંડળી છેલ્લા પાંચ માસથી બનાસ ડેરી પાલનપુર દ્વારા બંધ કરવામાં આવી છે. ત્યારે આ મંડળીના તાળા તોડવા પાછળ કોઈ રાજકારણ હશે કે કોઈના આશીર્વાદ જેને લઈને ભારે ચર્ચા થવા પામી છે. જે બાબતે પોલીસ દ્વારા મંત્રીની લેખિતમાં અરજી હોવાછતાં કેમ કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં નથી આવ્યા ? તે પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે.