
દીઓદર ધારાસભ્યએ એસ.ટી. વિભાગમાં પ્રશ્નો રજુ કર્યા
દીઓદર ધારાસભ્ય કેશાજી ચૌહાણએ રાજ્યના રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીને દીઓદર વિધાનસભા મત વિસ્તારના ૪ જેટલા પ્રશ્નો રજુ કરી ઘટતું કરવા માગણી કરેલ છે. જેમાં કેશાજી ચૌહાણે તાલુકા મથક દીઓદર થી સોમનાથ તેમજ કચ્છના નારાયણ સરોવરની બસની માગણી કરેલ છે. તેમજ લાખણી ડેપોમાં ઓનલાઈન સેવા ચાલુ કરવા તથા લાખણી એસ.ટી.ડેપોમાં પાણીનું કનેક્શન જાેડાણ ચાલુ કરવા માંગણી કરેલ છે.