દીઓદર જીઆઇડીસીમાં ચોર ટોળકી ત્રાટકી, હાથફેરો કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

દીઓદર જીઆઇડીસીમાં ગત રાત્રે ચડ્ડી બનિયન બુકાનીધારી ટોળકીએ ત્રાટકી ચાર જેટલી દુકાનોમાં હાથફેરો કરતા ઉધોગકારોમાં ફફડાટની લાગણી વ્યાપી છે. દીઓદર જીઆઇડીસીમાં આવેલ શિવશક્તિ ટ્રેડર્સ, ભવાની સબમર્સીબલ, ભાગ્યોદય કેન્દ્ર, આનંદ પેપર નામની પેઢીઓના લોકર તોડી રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ઉઠાવી જવા પામેલ. આ અંગે દીઓદર પોલીસને જાણ થતાં ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે. જીઆઇડીસીમાં આવેલી પેઢીઓના સીસીટીવી કેમેરામાં ટોળકી હાથ ફેરો અજમાવી રહી  હોવાના દૃશ્યો બહાર આવેલા છે. પોલીસ દ્વારા તપાસ કરી આવી ટોળકી ને પકડે તેવી ઉધોગકારોની માંગણી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.