દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખુદ બિમાર પડતા સ્થિતિ ઓક્સિજન ઉપર

બનાસકાંઠા
બનાસકાંઠા

તાલુકા મથક દીઓદર ખાતે સામૂહીક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. સરકાર દ્વારા રાજ્યમાં ઠેર ઠેર સામૂહીક આરોગ્ય કેન્દ્ર નું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે દીઓદરમાં વરસો જુનું બિલ્ડીંગ ધરાવતું સામૂહિક આરોગ્ય કેન્દ્રનું માકન ડેમેજ થતાં જે બદલી ને પાછળના ભાગે આવેલ કવાટર્સમાં લઈ ગયેલ છે. જે મકાન પણ જર્જરીત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી સામૂહિક આરોગ્ય કેન્દ્રના નવ નિર્માણની ગ્રાન્ટો ફાળવાય
છે. પરંતુ આ ગોકળગતિ કોઈનો કોઈનો જાણે કે ભોગ લેવાની રાહ જાેઈ રહ્યું હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા અર્થે આવતાં દર્દીઓને તેમના દર્દ સાથે ક્યાંક આ આરોગ્ય કેન્દ્રનું મકાન ભોગ ન લઈ લે તેનો પણ ખ્યાલ રાખવો પડે છે. દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રની કેશબારી હોય કે ડોક્ટર રૂમ જેના ધાબાના પોપડા ખરી રહ્યા છે. જેના કારણે દર્દીઓ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. તંત્ર જાણે કે કોઈ નો ભોગ લેવાનો હોય તેમ ભારે ઉદાસીન છે. એક તરફ રોગચાળાએ માથું ઉંચક્યું છે. ત્યાં સરકારી હોસ્પીટલમાં દર્દીઓના માથે જાણે કે મોત ઝઝુમી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.