ડીસામાં વર્ષો જુનું ઓપનએર થિયેટર અને શોપિંગ સેન્ટરને તોડવાની કામગીરી શરૂ

બનાસકાંઠા
બનાસકાંઠા

ભર ચોમાસે કામગીરી અને નકશાની ત્રુટીઓ ચર્ચાના ચગડોળે ચડી, શહેરનું એક માત્ર ઓપનએર થિયેટર તોડી પાડવા પાછળ કોને ફાયદો ?? બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા માર્કેટયાર્ડના પેટાબજાર સામે બગીચા પાસે હાર્દ પૂર્ણ જગ્યાએ આવેલ પ્રાચીન અને શહેરની આગવી ઓળખ સમા ઓપનએર થિયેટર અને શોપિંગ સેન્ટરને તોડી પાડવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે અને અહીં નવીન શોપિંગ સેન્ટર બનાવવાની વાત સામે આવી છે.પણ યાદગાર ધરોહર નામશેષ થતા ડીસાવાસીઓમાં અવનવી વાતો વહેતી થઈ છે.

ડીસાના માર્કેટયાર્ડ સંચાલિત વર્ષો જુના શોપિંગ સેન્ટરમાં એક સમયે સરદાર પટેલ સ્કૂલ અને અંદરની સાઇડે ઓપનએર થિયેટર ચાલતું હતું.જ્યાં વર્ષો અગાઉ વિવિધ નાટકો, જાદુગરના શો,સત્સંગ કાર્યક્રમો,શાળાના બાળકો માટેના કાર્યક્રમો અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો યોજાતા હતા.જે એક માત્ર યાદગાર ઇતિહાસ સાચવી બેઠેલા આ થિયેટરને તોડી પાડી તેના સ્થાને શોપિંગ સેન્ટર બનાવવાથી કોને ફાયદો થઇ રહ્યો છે ? તે વાત નવાઈ પમાડે તેવી છે.

શોપિંગ સેન્ટરના નવીન નકશામાં પણ ઓપનએર થિયેટરની બાદબાકી કરાઈ છે. અને ત્યાં પણ દુકાનો બનાવવાના ફાઇનલ પ્લાનને આખરી ઓપ આપી જુના શોપિંગ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ ભર ચોમાસે આ શોપિંગ સેન્ટર તોડવા માટેની માર્કેટયાર્ડના હોદેદારોની ઉતાવળ પણ નવાઈ પમાડે તેવી છે. એક તરફ સરકાર આવી ઐતિહાસિક ઇમારતો, સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે આવા અતિ પૌરાણિક અને સમગ્ર રાજ્યમાં એક માત્ર એવા ઓપનએર થિયેટરને એકા એક તોડી પાડવાનું કારણ શું?  જોકે નવીન શોપિંગ નિર્માણ માટેના નકશામાં પણ અનેક ત્રુટિઓ રહેવા ઉપરાંત અનેક ને ફાયદો કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હોવાની ચર્ચાએ પણ સમગ્ર ડીસામાં ભારે જોર પકડ્યું છે. ત્યારે હાલ દુકાનદારોને ધંધા બંધ કરવાના દિવસો આવ્યા છે. તેથી સ્થાનિક દુકાનદારો પણ નવું શોપિંગ બનાવવાની કામગીરી ચોમાસા બાદ થાય તેવી માગણી કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.