દાંતા તાલુકામાં અનુસૂચિત જન-જાતિ ના દાખલા એક જ સ્થળે થી ઝડપભેર દાખલા મળી રહે તેવી માંગ
દાંતા તાલુકાના આદિવાસી લોકો અનુસૂચિત જન જાતિ ના દાખલા ના દાખલા મેળવવા દાંતા તાલુકાના આદિવાસી લોકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા, વધારા નો સ્ટાફ મૂકી ને દાખલ વહેલા મળે તેવો પ્રયાસ દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર મનાય છે ને આ આદિવાસી લોકો અંતરિયાળ વિસ્તાર માં રહેતા હોય છે ત્યારે હાલ વેકેશન પૂર્ણતા ની આરે છે ને શાળાઓ માં નવુ સત્ર શરુ થશે જેમાં ખાસ કરીને અનુસૂચિત જન જાતિ ના દાખલા ની ખાસ જરૂરિયાત હોય છે ને આ જાતિ ના દાખલા મેળવવા દાંતા તાલુકા ના આદિવાસી લોકો ભારે મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.
શિક્ષણ ક્ષત્ર ના નવા એડમિશન માટે વિવિધ ડોક્યુમેન્ટ ની સાથે શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓ ને અનુસૂચિત જાણ જાતિ ના દાખલા ની આવશ્કયતા હોય છે ત્યારે આ દાખલા માટે વિદ્યાર્થીઓ પારાવાર દાંતા ની સરકારી કચેરીઓ માં આંટા ફેરા ખાઈ ને થાક્યા છે એક તરફ પૂરતા ડોક્યુમેન્ટ ભેગા કરવાની સમજણ નથી બીજી તરફ ગરીબી ના કારણે ભાડા ખર્ચીને વારંવાર દાંતા સરકારી ઓફિસો માં આવવું પોષાય તેમ નથી ત્યારે જાતિ ના દાખલા માટે મોટા ભાગ નું સમય બગાડવા છતાં દાખલા હાથ લાગતા નથી તેવી ફરિયાદ વિદ્યાર્થીઓ ને વાલીઓ કરી રહ્યા છે જોકે આ મામલે વાલીઓ દ્વારા અગાઉ પણ લેખિત રજુઆત કર્યા હોવાનો જણાવી રહ્યા છે.
જોકે આ સમગ્ર વાલી ને વિદ્યાર્થીઓ ની ફરિયાદ ને દાંતા મામલતદારે નકારી છે અને જણાવ્યું હતું કે જાતિ ના દાખલા આપવાની લીગલી પ્રોસેસ 45 દિવસ ની છે તેમ છતાં બાળકો હેરાન ન થાય તે માટે 15 થી 20 દિવસ માં આપી દઈએ છીએ અને જયારે શાળાઓ ફરી થી ખુલવા જઈ રહી છે ત્યારે એડમિશન માટે જરૂરી દાખલા ઝડપ થી મળી રહે તે માટે અમે વધારા નો સ્ટાફ મૂકી ને દાખલ વહેલા મળે તેવો પ્રયાસ કરી રહ્યા હોવાનુ અજીતસિંહ ચૌહાણ (મામલતદાર)દાંતા એ જણાવ્યુ હતુ. જોકે ઓફિસો ની આંટીઘૂટી માં વિદ્યાર્થીઓ પરેશાન થઇ રહ્યા છે ત્યારે એક જ ઓફિસ માં તમામ પ્રકિર્યાઓ થઇ શકે અને એક જ સ્થળે થી ઝડપભેર દાખલા મળી રહે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે.