ડીસાના ધનાવાડા નજીક અકસ્માત મામલે પીડિત પરિવારની ન્યાયિક તપાસની માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના ધનાવાડા નજીક ત્રણ માસ અગાઉ બાઇક અને કાર વચ્ચે થયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની જગ્યાએ અન્ય કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવતા આ મામલે અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવકના પરિવારજનો દ્વારા આ મામલે ન્યાયિક તપાસની માગ કરી હતી.આ સમગ્ર અકસ્માતની વિગત જોતા ગત તા.૧૨/૩/૨૦ ના રોજ પ્રકાશભાઈ નિલાભાઈ દેસાઈ પોતાની મોટરસાયકલ (નં.જીજે ૦૮ બીપી ૭૩૩૩) લઈ લાખણાસરથી ખીમત તરફ નોકરી અર્થે જતા હતા. તે દરમિયાન ધનાવાડા પાટિયા નજીક સામેથી આવતી મારુતિ કાર (નં.જીજે ૦૫ સીબી ૧૦૮૭) ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી મોટર સાયકલને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં મોટર સાયકલ ચાલક પ્રકાશભાઈ દેસાઈને ગંભીર ઇજાઓ થઈ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા દેસાઈ ધર્મેશભાઈ જામાંભાઈએ આ બનાવ જોયેલ. ત્યારબાદ પ્રકાશભાઈનું ડીસાથી સારવાર દરમિયાન મહેસાણા ખાતે મોત નીપજ્યું હતું. જે બાબતે મહેસાણા પોલીસ મથકે એન્ટ્રી નં. ૧૩ /૨૦૨૦ થી જાણ કરેલ તેમજ મહેસાણા પોલીસના કાગળો આધારે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ. જોકે આ બનાવ બાદ મૃતકના પરિવારજનો આઘાતમાં હોઈ તેમજ બાદમાં લોકડાઉન આવી જતા આ ફરિયાદ બાબતે રૂબરૂ આવી આરોપી બાબતે જાણ કરી શક્યા નહિ પરંતુ અકસ્માત નજરે જોનાર ધર્મેશભાઈ જામાંભાઈ અકસ્માત સર્જનાર કાર ચાલક ભડથ ગામના હોઈ તેમને ઓળખતા હોવા છતાં પોલીસમાં કોઈ નિવેદન લેવામાં આવેલ નથી તેમજ પોલીસ આરોપીને બચાવવા માટે અન્ય આરોપીને રજૂ કરી તપાસ કરતી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો હતો. પોલીસે લોકડાઉનની પરિસ્થિતિનો લાભ લઇ સાચા આરોપીની જગ્યાએ ખોટો આરોપી ઉભો કરી તપાસ કરી રહી હોવાના આક્ષેપ સાથે આ સમગ્ર તપાસ અન્ય પોલીસ અધિકારીને સોંપવાની પણ માંગ કરી હતી. આ સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને પણ લેખિત રજુઆત કરી ન્યાયની અરજ ગુજારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.