જૈન ધર્મ વિરોધી દુષ્પ્રચાર કરતા અનોપ મંડળ પર પ્રતિબંધની માંગ

ગુજરાત
ગુજરાત 90

છેલ્લા દોઢ સૈકાથી રાજસ્થાનના પાલી જાલોર શિરોહી-બાડમેર જિલ્લામાં પ્રભાવિત અનોપ પંથ સર્વ ધર્મ પ્રિય અને અહિંસાવાદી જૈન ધર્મ તથા શાંતિ પ્રિય અને વિકાસવાદી મહાજનો વિરૂધ્ધ ઝેર ઓકવાનું અને ધાર્મિક વૈમનસ્ય પેદા કરવાનું કાર્ય કોઈ અગમ્ય કારણોસર કરી રહેલ છે. તે પંથના અનુયાયીઓ મોટાભાગે અભણ કારીગર વર્ગ વધુ હોવાથી છેલ્લા ર૦ થી રપ વર્ષમાં ગુજરાત સહિત દેશના ખૂણે ખૂણે તેમની કુપ્રવૃત્તિઓ ચાલુ થયેલ છે.એકલા ગુજરાતમાં જાેઈએ તો અમદાવાદના ઝુંડાલ ચોકડી, ધાનેરા તાલુકાના ધાખા અને ડીસા તાલુકાના ભોયણ તેમજ ખીંમત નજીક ધર્મદ્વેષી તત્વો કોઈને કોઈ આભાસી કપોળ કલ્પિત કારણો પેદા કરીને જૈન ધર્મ વિરૂધ્ધ કાર્ય કરી રહેલ છે.આ બાબતે ર૦ વર્ષ અગાઉ તા.૧ર-૧ર-ર૦૦૧ ના રોજ ‘રખેવાળ’ દૈનિકમાં સરકારને જાગૃત કરવા વિશેષ સમાચાર પ્રકાશીત કરેલ પણ સરકાર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી ન થતા અનેકવાર જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો પર હુમલા અને જૈનધર્મ વિરૂધ્ધ સભા સરઘસોનુ આયોજન પણ થયેલ છે. તેની જે તે સમયે એફ.આઈ.આર. નોંધાવેલ છે. પણ આજ સુધી કસુરવારોને કડક સજા ન થવાથી સમાજ વિરોધી અનોપ પંથીઓ બેફામ બનીને વરસાદ ન આવવો-અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ દુષ્કાળ-વાવઝોડા-સુનામી કે પછી કુદરતી આફતો હોય કે હાલની કોરોના જેવી આંતરરાષ્ટ્રીય મહામારી હોય. દરેક બાબતે માત્ર જૈન સમાજને વિના કારણ નિશાન બનાવી રહેલ છે. તેમની ઘડ-માથા વગરની વાતોમાં ભોળી ગ્રામ્ય પ્રજા પણ સંકળાઈ રહેલ છે.જે ઘણી દુઃખની અને ગંભીર બાબત છે.પ્રશ્ન એ છે કે વિશ્વમાં અંદાજે ર૦૦ ઉપરાંત દેશો હશે પણ તેમા એકમાત્ર ભારત સિવાય કયાંય જૈન સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોનું વિચરણ નથી તો વિશ્વના અન્ય દેશોમાં કેમ મહામારી આવે ?? છતાં પણ કોણ કોને સમજાવે ?? તેવી કફોડી હાલત છે.તેના માટે માત્ર સરકાર જ યોગ્ય કાર્યવાહી કરી શકે તેમ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારોના સૂચક મૌનથી લેભાગુઓને મોકળુ મેદાન
તત્કાલિન શિરોહી રીયાસતે તા.૯-ર-૧૯ર૭ ના રોજ અનોપ પંથના જગત હિતકારીણી પુસ્તક ઉપર પ્રતિબંધ મુકેલ અને ૬પ અનોપ પંથીઓને સજા પણ ફરમાવેલ. ત્યારબાદ તા.ર૯-૮-૧૯પ૭ ના રોજ રાજસ્થાન સરકારે જૈન સમાજ વિરૂધ્ધના તમામ પુસ્તકો ઉપર પ્રતિબંધ મૂકેલ. વર્ષો અગાઉ કાશ્મીરમાં હજરતલાલની નાનકડી ડલી ગૂમ થતા તમામ રાજ્ય સરકારો હરકતમાં આવી ગઈ હતી. પરંતુ જૈનો સામેના ષડયંત્ર મુદ્દે આજની સરકારોનું મૌન સૂચક છે. તેથી અનુપ પંથીઓ જાહેરમાં સભા અને સરઘસો પણ કાઢે છે. અને આખા દેશમાં અભણ અને નાદાન લોકોના મનમાં વારંવાર જૈન અને મહાજનો વિરૂધ્ધ ઝેર ભરે છે. તેની સી.બી.આઈ. દ્વારા તટસ્થ તપાસ થવી જાેઈએ.

બનાસકાંઠા સહિત રાજ્યભરમાંથી તમામ હિન્દુ સંગઠનો અવાજ ઉઠાવે
અનોપ મંડળનું વિવાદાસ્પદ પુસ્તક જગત હિતકારણીમાં હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ વેદને રાક્ષસ ગણાવ્યો છે. અને અંગ્રેજાેને સારા ગણાવ્યા છે. એટલું જ નહિ, આફતો પાછળ જૈનોના જાદુ ટોણા ને જવાબદાર ગણી કોરોના પણ ફેલાવ્યો હોવાનો બાલિસ આરોપ લગાવે છે. આ રીતે તેઓ દેશની એકતા અને અખંડિતતા જાેખમાવે છે.તેથી દેશની જગ પ્રખ્યાત ‘વિવિધતામાં એકતા અને ભાઈચારાની ભાવના ખતરામાં આવી છે. હકીકતમાં જૈનો રાક્ષસી વિદ્યા જાણતા હોત તો તેમના મંદિરો શું કામ તોડવા દેત ? સાધુ ભગવંતોના માર્ગ અકસ્માતમાં મોત શું કામ થવા દેત ? પરંતુ ર૧ મી સદીના આરે આવી હલકી માનસિકતાથી દેશ અધોપતનના માર્ગે આગળ ધપી રહ્યો છે, ત્યારે આ મુદ્દે જૈન ધર્મને મૂળથી જાણતા હિન્દુ સંગઠનોએ પણ અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.

જૈનો દેશ પ્રત્યે દાયિત્વ નિભાવવામાં મોખરે
દેશ અને દુનિયાને ‘જીવો અને જીવવા દો અને અહિંસા પરમો ધર્મનો નારો આપનાર જૈન ધર્મ નાનકડી કીડીના મોતથી પણ અરેરાટી અનુભવે છે.તે કઈ રીતે આખા દેશનું કે માનવ સમાજનું અહિત કરી શકે ? હકીકતમાં કુદરતી કે માનવ સર્જીત આફતોમાં દેશમાં અડધો ટકો વસ્તી હોવા છતાં જૈનો સૈાથી વધુ મદદ કરે છે. સૈાથી વધુ ટેક્ષ ભરી દેશનું સંવર્ધન અને સરંક્ષણ કરે છે. ઠેરઠેર પાંજરાપોળ, સ્કૂલો અને દવાખાના તેમની સમાજ સેવાના જીવંત પુરાવા છે. મતલબ જૈનો ભારતીય દાયિત્વ નિભાવવામાં મોખરે છે. તેમ છતાં જૈનધર્મ ઉપર ખોટું દોષારોપણ કરી જૈન સાધુ-સાધ્વીજીઓને વાહનોના ટાયર હેઠળ કચડી નાખવામાં આવે છે. જેને લઈ જૈન સમુદાયની લાગણી ઘવાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.