ડીસામાં શાળાની બાજુમાં નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે કાર્યવાહીની માગ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેરમાં શાળા અને સ્પોર્ટ્સ સંકુલ પાસે નસીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સ્થાનિક રહીશોએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી સમાજના યુવાધનને નશાના રવાડે ચડતો અટકાવવાની માગ કરી છે.ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દ્રગ્સ સહિત નશીલા પદાર્થોનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધી રહી છે અને શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સના ખેલાડીઓને નશાના રવાડે ચડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવી ઘટના સામે આવે છે. જેમાં શિવનગર હાઇસ્કુલ અને ટીસીડી ગ્રાઉન્ડની આજુબાજુમાં પણ સાંજ પડતાની સાથે જ આવારા તત્વો નશીલા પદાર્થોનું સેવન કરે છે. જેના કારણે આજુબાજુની સોસાયટીના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સિગારેટ, ગુટખા, દારૂની બોટલની સાથે સાથે ખાસ કરીને ડ્રગ્સ લેવા માટે વપરાતા પ્લાસ્ટિક રેપર અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો છે.


જેથી શિવનગર શાળાની બાજુમાં આવેલી સરગમ બંગલોઝ સોસાયટીના રહીશોએ ભેગા થઈ આવા અસામાજિક તત્વોને નસીયત કરવા માટે રજુઆત કરી છે. નશાના રવાડે ચડેલા લોકોના કારણે આજુબાજુમાં અનેકવાર ચોરીની ઘટનાઓ પણ બની છે. અને સ્થાનિક રહીશો આવા અસામાજિક તત્વોને ઠપકો આપવા જાય છે તો ઝઘડાઓ થાય છે. જેથી આવા અસામાજિક તત્વોના ત્રાસમાંથી સોસાયટીના રહીશોને મુક્ત કરાવવા માટે સ્થાનિક રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ માગ કરી છે. અંગે સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, સરગમ બંગ્લોઝની આજુબાજુમાં સાંજના સમયે છેલ્લા 6 મહિનાથી કેટલાક અસામાજિક તત્વો નસીલા પદાર્થોનું સેવન કરે છે. બાજુમાં જ શિવનગર શાળા આવેલી હોવાથી શાળાના વિદ્યાર્થીઓ પણ નશાના રવાડે ચડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આવા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેમજ સાંજ પછી મોડી રાત સુધીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારી આવી જગ્યાઓ પર સતત નજર રાખે તે જરૂરી છે. પોલીસ તંત્ર શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને યુવાનોને નસાના રવાડે ચડતા અટકાવવા માટે પ્રયાસો કરે તેવી માગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.