ડીસાની મહિલાએ સોનાની બંગડી સાથેનું પાકીટ માલિકને પરત કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના જલારામ મંદિર ખાતે દર્શનાર્થે આવેલ દંપતિએ બે લાખની કિંમતની સોનાની બંગડી ભરેલ પાકીટ શરતચુકથી મુકીને નિકળી ગયા હતાં. જેથી સીસીટીવી ફુટેજના આધારે મહિલાએ દાગીના ભરેલ પાકીટ મૂળ માલિકને પરત આપી ઈમાનદારીના દર્શન કરાવ્યા હતા. ડીસાના જલારામ મંદિરે પ્રતિદિન અનેક શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે તેમજ દર ગુરૂવારે સાંજે પદયાત્રીઓ, મહાઆરતી અને ખીચડી પ્રસાદને લીધે દર્શનાર્થીઓની સંખ્યા પણ વધારે હોય છે.

ત્યારે દીલીપભાઈ દેવરામભાઈ રતાણી તેમનાં ધર્મપત્ની સરોજબેન રતાણી બે દિકરા સાથે દર્શન માટે આવ્યાં હતાં. જે દરમિયાન અંદાજીત રૂપિયા બે લાખની કિંમતની સોનાની બે બંગડી ભરેલ પાકીટ શરતચુકથી કયાંક પડી ગયું હતું. જેની ઘેર પહોંચ્યા પછી જાણ થઈ હતી. આ અંગે જલારામ મંદિરે તપાસ કરતાં પાકીટ મળ્યું ન હતું. આથી જલારામ મંદિરના સમર્પિત કાર્યકર પરેશભાઈ નારણલાલ ઠક્કરે સીસીટીવી કેમેરાના માધ્યમથી એક અપરિચિત મહિલાના હાથમાં પર્સ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું.

આ બાબતે ઠક્કર સમાજના આગેવાન ભગવાનભાઈ બંધુ તેમજ ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ મોદીના સહકાર મળતાં શુભ સોસાયટીની એક મોદી સમાજની મહિલાને સોનાની બંગડીઓ મળી હતી જે પરત કરી હતી. દીલીપભાઈ રતાણી અને એમના પરિવારની પૂજ્ય જલારામ બાપા ઉપરની અખંડ, અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસને લીધે સોનાની બંગડીઓ પરત મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.