ડીસાના ૨૫ સાયકલ સવારો નડાબેટ પહોંચ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારત- પાકિસ્તાનની સરહદને અડીને આવેલ નડાબેટ બોર્ડર જ્યાં નડેશ્વરી માતાજીનું પૌરાણિક મન્દિર આવેલું છે. જેની સ્થાપના પણ સેનાના જવાનો દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં જ આ બોર્ડર આસપાસના વિસ્તારને વિકસિત કરવામાં આવતા સહેલાણીઓ માટે પણ આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જાેકે દિવસ રાત સરહદોની સુરક્ષા કરતા આ જવાનોનો જાેમ અને જુસ્સો સતત જળવાઈ રહે તે માટે અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાના પણ સાયકલિંગ લવર ગ્રુપના ૨૫ યુવાનો સાયકલ લઈ નડાબેટ બોર્ડર ખાતે પહોંચ્યા હતા અને સેનાના જવાનોને મળ્યા હતા. આ સાયકલ ટૂરમાં ડીસાથી સાયકલિંગ લવર ગ્રુપના યુવાનો શશીભાઈ શાહ, મિતેન મેવાડા અને બંટી સૈની સહિતના યુવાનો આ ગ્રુપમાં જાેડાયા હતા. આ બાબતે ગ્રુપના બંટી સૈનીએ જણાવ્યું હતું કે અમે સવારે ૭ વાગે ડીસાથી નીકળ્યા હતા અને બપોરે ૧ વાગે નડાબેટ ખાતે પહોંચ્યા હતા જ્યાં જ્યાં જવાનોઓ મળ્યા ઉત્સાહ વધે તે માટે તેમને મળ્યા હતા. અમારા સાયકલિંગ લવર ગ્રુપ દ્વારા આવા પ્રોગ્રામ બનાવવામાં આવે છે જેનો હેતુ લોકો સાયકલિંગ કરવા માટે પ્રેરાય. સાયકલિંગના લીધે હેલ્થની સાથે પ્રદૂષણમાં પણ ઘટાડો થાય. જેથી વધુને વધુ લોકો સાયકલનો ઉપયોગ કરે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.