ડીસાના રાણપુર ગામે જીપની ટકકરે માસૂમ બાળકનું મોત જીપ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, ડીસા

ડીસા તાલુકાના રાણપુર ગામે ગુરુવારે ખેત મજૂરી કરતા ખેતમજૂરનું માસૂમ બાળક જીપ નીચે કચડાઈ જતા અરેરાટી વ્યાપી જવા પામી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ડીસા તાલુકાના રાણપુર ગામે રહી ખેત મજૂરી કરતા પુનાભાઈ રૂપાભાઈ બુમડિયા ખેતરમાં હતા તે દરમિયાન ગુરુવારે દિનેશભાઇ બાબુભાઈ માળી પોતાનું જીપડાલુ (નમ્બર જી જે ૦૩ સી ઇ ૫૪૧૨) લઈ ટેટી ભરવા માટે આવ્યા હતા અને ટેટીના ઢગલા પાસે જીપડાલુ રિવર્સ લેવાનું હોઈ તેમણે પુરઝડપે ગફલતભરી રીતે જીપ ડાલું હંકારતા હતા તે દરમિયાન નજીકમાં જ ઊભેલ પુનાભાઈ બુમ્બડિયાનું ચારેક વર્ષનું બાળક જીપના પાછળના ભાગે આવી કચડાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ગરીબ પરિવારમાં ભારે રોકકળ મચી જવા પામી હતી આ મામલે પુનાભાઈ બુમ્બડિયાએ ડીસા તાલુકા પોલીસ મથકે જીપ ચાલક દિનેશભાઈ બાબુભાઇ માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલોસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.