ડીસા તાલુકા પોલીસે કંસારી પાસેથી વિદેશી દારૂ ઝડપ્યો

બનાસકાંઠા
deesa
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકા પોલીસ ઝેરડા ઓ.પી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન પો.ઇન્સ એમ . જે. ચૌધરીને મળેલ બાતમી હકીકત કે ઝેરડાથી ડીસા તરફ એક હોન્ડાઇ કંપનીની વર્ના ગાડી નં જી,જે,૦૫ સીએચ ૭૩૨૩ ની આવનાર છે જે હકીકત આધારે કંસારી ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી વોચ દરમ્યાન તે ગાડી આવતા ઉભી રખાવવાનુ જણાવતા સદરે ગાડી ચાલક તેની ગાડી ડીસા તરફ ભગાડેલ અને સદર ગાડીનો પીછો કરી કંસારી ચૌધરી હોટલ આગળ હાઇવે રોડ ઉપર પકડી પાડી ગાડી ચાલકનુ નામ પુછતા પોતાનુ નામ કિશનરામ પુનમારામ જાટ રહે.વાડા ભાડવી તા.બાગોડા જી.જાલોર(રાજ.) તથા તેની બાજુની સીટમા બેઠેલ રમેશકુમાર માનારામજી જાટ રહે.ખારા તા.સાંચોર જી.જાલોર(રાજ.) વાળો હોવાનુ જણાવેલ હોઇ ગાડીની વચ્ચેની સીટો નીચે તથા ગાડીમા બનાવેલ ગુપ્ત ખાનાઓમા તેમજ ગાડીની ડેકીમા ટાયર નીચે જોતા વિદેશી દારૂની બોટલો નંગ-૯૦ કિ.રૂ.૫૪,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૧૦,૦૦૦ તથા હોન્ડાઇ કંપનીની વર્ના ગાડીની કિ.રૂ.૮૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૪૪,૦૦૦ના મુદામાલ સાથે અટકાયત કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.