ડીસા તાલુકા પોલીસે કારનો પીછો કરી પોલીસે દારૂ ઝડપ્યો

બનાસકાંઠા
deesa
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા  : કોરોના મહામારી વચ્ચે ડીસા પોલીસે ફિલ્મીઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ગલાલપુરા પાટીયા પાસે દારૂ ભરેલી કાર રોકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાલકે કાર ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ સહિતનો મુદ્‌દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન એક ઇસમ પકડાઇ ગયા બાદ અન્ય એક ઇસમ ફરાર થઇ ગયો હતો. કોરોના મહામારી વચ્ચે દારૂની હેરાફેરી બેફામ બનતાં ડીસા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
ડીસાના ગલાલપુરા પાટીયા પાસેથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. બાતમી આધારે ડીસા તાલુકા પોલીસ લાલપુર પાટીયા પાસે નાકાબંધી વોચમા હતી. આ દરમ્યાન બાતમીવાળી કાર આવતાં તેને હાથથી રોકાવવા ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી રોકેલ નહી. ચાલકે આખોલ ચાર રસ્તા બાજુ કાર ભગાડેલ પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા રાધનપુર હાઇવેના ભીલડી નજીક રેલ્વે બ્રીજથી છત્રાલા ગામ તરફના સીંગલ પટ્‌ટી રસ્તા તરફ ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ગાડી રોડની સાઇડમા વાડમા ઉતરી ગઇ હતી. ગાડીમાંથી બે ઇસમોએ ભાગવાની કોશિષ કરતા પોલીસે જબરૂસીગ ભારતસીંગ જાદવ રહે. સમૌ અમરાણીપુરા તા.ડીસાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ-ટીન કુલ નંગ-૫૮૩, કિ.રૂ. ૯૧,૮૮૦નો ઝડપી પાડ્યો હતો. આ સાથે ગાડી.ની કિ.રૂ.૨,૫૦,૦૦૦ એમ કુલ મુદામાલ કિ.રૂ. ૩,૪૧,૮૮૦નો ઝડપી પાડ્યો હતો. કાર્યવાહી દરમ્યાન દશરસીંગ કુવરસીંગ જાદવ રહે. સમૌ અમરાણીપુરા તા. ડીસાવાળો નાસી ગયો હોઇ બન્ને ઇસમો વિરૂધ્ધમા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.