દેશમાં લાગુ થનાર નવા કાયદા અંગે ડીસા પોલીસ તાલીમથી સુસજ્જ

બનાસકાંઠા
બનાસકાંઠા

નવા સુધારેલા કાયદાઓનું 1 જુલાઈથી અમલીકરણ: દેશભરમાં જુના આઈપીસી, સીઆરપીસી અને પુરાવાના કાયદાઓમાં નવા કાયદાઓ લાગુ થતા તે અંગેની સમજ આપવા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતીય બંધારણમાં આવેલા ત્રણ નવા કાયદા અંગે સમગ્ર પોલીસ તંત્ર અને ન્યાય તંત્રને સમજ અને તાલીમ આપવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે અંતર્ગત ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે આજરોજ સવારે 09:00 થી 10:00 કલાકે નવા કાયદા અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણના લો કોલેજના વિદ્યાર્થી  વિજુભા સોલંકી,   ડીસા સર્વોદય લો કોલેજના લિમ્બાચીયા નીતિનચંદ્ર અને ડીસા નાયબ પોલીસ અધિક્ષક ઓફિસના એએસઆઈ મહેન્દ્રભાઈ કરશનભાઈ અને પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનાજી રામદાનજીએ નવા કાયદામાં સુધારા અંગે જરૂરી માર્ગદર્શન અને તાલીમ  આપી હતી.

જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા, સહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં વર્ષ 2023 માં સુધારા કરાયા હતા. જેનો અમલ 1 જુલાઈ 2024 થી સમગ્ર દેશમાં લાગુ થવાનો છે. જેથી સમગ્ર દેશના ન્યાયતંત્ર અને પોલીસ તંત્રમાં તેની સમજ આપવામાં આવી રહી છે. આ કાયદા અમલમાં આવતા ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર સુધારેલા કાયદા મુજબ કાર્યવાહી કરશે.

આ તાલીમ કાર્યક્રમમા પોલીસ જવાનો અને નવા પ્રશિક્ષિત એએસઆઈ અને સીપીઆઈ કચેરીના પોલીસ સ્ટાફ અને સીટી ટ્રાફિક મેન સાથે કુલ 40 પોલીસ કર્મચારીઓએ તાલીમમાં ભાગ લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.