ફોરેસ્ટની પરિક્ષાના માર્કસ જાહેર કરો : થરાદ પ્રાંત કચેરીએ સ્પાર્ધનાત્મક પરીક્ષા આપતાં વિધાર્થીઓએ આવેદનપત્ર આપ્યું
થરાદ પ્રાંત કચેરી ખાતે સ્પર્ધનાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું. સ્પર્ધનાત્મક પરીક્ષાઓમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવા ફોરેસ્ટ પરીક્ષામાં નોર્મલાઈઝેશન કર્યા બાદ ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માગ કરી હતી.
થરાદમાં સ્પર્ધનાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પ્રાન્ત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, આયોજન સહાયક, કાર્ય સહાયક મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર એમ અલગ અલગ સંવર્ગ અને કેડરની ભરતીઓ CORT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે. પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે.
સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે. TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે. તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો. તેમજ ગૌણસેવાનાં અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે. જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે. જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.
વધુમાં જણાવ્યું હતું કે, બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે. તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી. કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતી નથી અને તુલનાત્મક માપદંડી પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે. તે પણ આ CERT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ. જેવી માંગણીઓ સાથે બહોળી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું.