
થરાદ – વાવ હાઇવે પર રોડ અકસ્માતમાં દિયર ભાભીનું મોત
થરાદ વાવ હાઇવે પર એક જીપડાલાના ચાલકે બેદરકારી પુર્વક હંકારી ને મોટરસાયકલ પર આવી રહેલા થરાદના મલુપુર ગામના દિયર ભાભીને ધડાકાભેર ટકકર મારી હતી. આથી ગંભીર ઇજા થવાના કારણે બંનેનું સ્થળ પર કરુણ અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવના પગલે પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી પોલીસે નાસી છુટેલા ડાલા ચાલાક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બુધવારે રાતના સાડા નવ વાગ્યાના સુમારે થરાદના મલુપુર ગામના પુજાભાઇ મશરૂભાઇ રબારી તથા તેમના પિતરાઈ જાેરાભાઇની પત્ની શંકુબેન બન્ને દિયર ભોજાઇ તેમનુ મોટર સાયકલ નંબર જીજે.૦૧.એમજે.૦૭૯૧ લઇ ઘરેથી વાવ મુકામે માતાના મંદિરની પ્રતિષ્ઠની રમેળમાં જઈ રહ્યા હતાં જેમને વાવ થરાદ હાઇવે પર ગોકુળગામ (ચારડા) ગામના પાટીયા પાસે પીકપ ડાલા નંબર જીજે.ર૪.યુ.૪૪૬૯ ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પુજાભાઇના મોટર સાયકલને સામેથી ટક્કર મારી હતી આથી પુજાભાઇ મશરૂભાઇ રબારી ઉ.વ. ૨૦ને માથામાં ગંભીર ઇજા તેમજ પેટમાં સળીયો ઘુસી જવાથી તથા શંકુબેન જાેરાભાઇ રબારી ઉ.વ.૩૫ ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંન્ને દિયર ભાભીનાં સ્થળ પર કરુણ અને કમ કમાટી ભર્યાં મોત નીપજ્યું હતું બનાવ અંગે મૃતકના કાકા મેવાભાઇ રામાભાઇ રબારી ઉ.વ.૫૦ રહે, મલુપુર પંચાયત પાસે તા.થરાદની ફરિયાદના આધારે પોલીસે પીકપ ડાલુ મુકી નાસી છુટેલા ચાલાક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી