દાંતીવાડા પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી
રખેવાળ ન્યુઝ દાંતીવાડા : ભારત સરકાર દ્વારા લોકડાઉન બાદ હવે અનલોક ૧ ની જાહેરાત કરાઇ છે અને અનલોક વનમાં અમુક છૂટછાટ સાથે વેપાર ધંધા ખોલવાની પરવાનગી અપાઇ છે અને સરકાર દ્વારા અમુક ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે. લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં લોકોને એકત્ર નહી થવા વિનતી સહ સૂચનાઓ આપવામાં આવેલી છે. આમ છતાં કેટલાક લોકો બેદકારીપૂર્ણ રીતે વર્તતા હોવાનું ધ્યાને આવેલ છે. આવા લોકોને કારણે પણ ચેપ પ્રસરવાનો ભય રહે છે પરંતુ દાંતીવાડામાં લોકો માસ્ક વગર ફરતા હતા અને સરકારની ગાઇડ લાઇન્સના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા ત્યારે દાંતીવાડા પોલીસ દ્વારા સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવા માસ્ક વગર ફરતા લોકોને રોકી અને ૨૦૦ રૂપિયાની દંડની પાવતી આપી અને દંડ વસૂલાયો હતો અને અત્યાર સુધીમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી અત્યાર સુધીમાં અંદાજીત૨૫૦૦૦ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.