દાંતીવાડાના ઓઢવા ગામની પરિણીતાને પતિએ દહેજ માંગણી કરી છરી વડે હુમલો કરતા ઘાયલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ દાંતીવાડા
ડીસા તાલુકાના બાઈવાડા ગામની યુવતી વિનાબેનના લગ્ન દસ વર્ષ અગાઉ દાંતીવાડા તાલુકા ઓઢવા ગામમાં રહેતા ભૂરાભાઈ મફાભાઈ પરમાર સાથે થયા હતાં.થોડા સમય સુધી લગ્ન જીવન સારી રીતે ચાલ્યા બાદ વિનાબેનના સુખી ઘર સંસારમાં કજિયા ચાલુ થયા હતા. જોકે વિનાબેનના લગ્ન જીવનમાં બે બાળકોનું આગમન થતા વિના મૂંગા મોઢે પતિને સહન કરી રહી હતી.જોકે દિવસે દિવસે ભૂરાએ પત્ની વિનાને ઘરમાં નાની નાની વાતોએ માર મારવાનું ચાલુ કર્યું હતું અને વિના પાસે દહેજની માંગણીઓ કરવા લાગ્યો હતો.
જોકે વિનાના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પોતાના સાસરીમાં સુખે દુખે રહેવાનું નક્કી કર્યું હતું.ત્યારે શુક્રવારના વિનાના પતિએ ઘરકામને લઈ તેમજ ખોટી વહેમ રાખી બે હાથની હથેળી ઉપર તેમજ જમણા પગે છરી મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.